વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું જાપાનમાં નિધન થયું છે. આ મહિલાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. પરંતુ જાપાનના અધિકારીઓએ કહ્યું કે વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો ઇત્સુકાનું નિધન થયું છે. મૃત્યુ સમયે તેમની ઉંમર 116 વર્ષની હતી.
શનિવારે આ માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ’ અનુસાર, જાપાનની રહેવાસી ઇત્સુકા વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા હતી. ઇત્સુકાનું 29 ડિસેમ્બરે મધ્ય જાપાનના હ્યોગો પ્રીફેક્ચરના આશિયામાં એક કેર હોમમાં અવસાન થયું હતું, એમ વૃદ્ધાવસ્થાની નીતિઓના પ્રભારી અધિકારી યોશિત્સુગુ નાગાતાએ જણાવ્યું હતું. ઇત્સુકાનો જન્મ 23 મે 1908ના રોજ થયો હતો.
20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા
ગયા વર્ષે, તે 117 વર્ષની મારિયા બ્રાન્યાસના મૃત્યુ પછી સૌથી વૃદ્ધ વ્યક્તિ બની હતી. નાગાતાએ કહ્યું કે ઓસાકામાં જન્મેલ ઇત્સુકા હાઇસ્કૂલમાં વોલીબોલ ખેલાડી હતી. તેણે 3,067-મીટર (10,062 ફૂટ) ઊંચા માઉન્ટ ઓન્ટેક પર બે વાર ચઢાણ કર્યું. તેમણે 20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને તેમને બે પુત્રી અને બે પુત્રો હતા. તેણે જણાવ્યું કે 1979માં તેના પતિના મૃત્યુ બાદ ઇત્સુકા નારામાં એકલી રહેતી હતી. નાગાતાએ કહ્યું કે હાલમાં તેમના પરિવારમાં એક પુત્ર, એક પુત્રી અને પાંચ પૌત્રો છે.