અનેક દેશોમાં કોરોના બાદ મંકીપોક્સ વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે WHOના ડાયરેક્ટર જનરલે એક અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, જે દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે તેઓએ સાવચેતી રાખવાની જરૂર છે. આ સાથે તેમણે કહ્યું કે,જે દેશોમાં આ રોગ સ્થાનિક નથી ત્યાં પણ ખતરો રહે છે. આ સાથે અસરગ્રસ્ત દેશોને આ રોગને નિયંત્રિત કરવા માટે તમામ કેસ અને સંપર્કોને ઓળખવા વિનંતી કરી છે.
રસીઓ વિશે બોલતા, ટેડ્રોસે કહ્યું કે મંકીપોક્સ રસી માટે એન્ટિવાયરલ અને રસી મંજૂર કરવામાં આવી છે, પરંતુ તેનો પુરવઠો મર્યાદિત છે. WHO જાહેર આરોગ્યની જરૂરિયાતોને આધારે સંકલન પદ્ધતિ વિકસાવવા પર કામ કરી રહ્યું છે. ટેડ્રોસે કહ્યું કે, સામૂહિક રસીકરણ જરૂરી છે, કારણ કે આ રોગ અત્યાર સુધીમાં 29 દેશોમાં ફેલાયો છે. તેમણે કહ્યું કે જેમને મંકીપોક્સના લક્ષણો હોય તેઓએ ઘરે જ રહેવું જોઈએ અને જે લોકો ચેપગ્રસ્ત લોકો સાથે ઘરમાં રહે છે તેઓએ આવા ચેપ ગ્રસ્ત લોકોના સંપર્કથી દૂર રહેવું જોઈએ.
WHO અનુસાર, મંકીપોક્સ સામાન્ય રીતે સ્વ-મર્યાદિત રોગ છે અને સામાન્ય રીતે 2 થી 4 અઠવાડિયા સુધી ચાલે છે. તે બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓમાં ગંભીર હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે મંકીપોક્સ વાયરસને લઈ ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 29 દેશોમાં 1 હજારથી વધુ મંકીપોક્સના કેસ નોંધાયા છે. જ્યારે, આ રોગ આ દેશોમાં સ્થાનિક નથી. જો કે, આ દેશોમાં અત્યાર સુધી કોઈ મૃત્યુ થયું નથી. આવી સ્થિતિમાં, WHO અસરગ્રસ્ત દેશોને આગ્રહ કરે છે કે તે રોગચાળાને નિયંત્રિત કરવા અને ચેપને રોકવા માટે તમામ કેસ અને સંપર્કોને ઓળખે. મંકીપોક્સ બિન-સ્થાનિક દેશોમાં કાયમી ધોરણે સ્થાપિત થઈ શકે છે.