ઈરાન વિરુદ્ધ કડક પગલું ભરતા અમેરિકાએ તેની ભારત સ્થિત એટલાન્ટિક નેવિગેશન ઓપીસી પ્રાઈવેટ લિમિટેડ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ ગુરુવારે ઈરાની પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સના વેપારના આરોપમાં આ પ્રતિબંધ લગાવ્યો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, યુ.એસ.એ ગુરુવારે ઈરાની પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સ વ્યવસાય સાથે સંકળાયેલી ચાર સંસ્થાઓ અને ત્રણ જહાજો પર પ્રતિબંધો લાદ્યા છે, જે ઈરાની શાસન માટે અબજો ડોલરની આવક પેદા કરે છે.
“ઈરાન તેના પરમાણુ કાર્યક્રમના વિકાસ, તેની શસ્ત્ર પ્રણાલીના પ્રસારને અને તેના સહયોગીઓને ટેકો આપવા માટે જહાજો, કંપનીઓ અને સુવિધાઓનો ઉપયોગ કરે છે,” બ્રેડલી ટી. સ્મિથે, યુએસના ટેરરિઝમ એન્ડ ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સનાં કાર્યકારી ડેપ્યુટી સેક્રેટરીએ પણ જણાવ્યું હતું ઈરાની પેટ્રોલિયમ વેપાર સાથે સંકળાયેલી ચાર સંસ્થાઓ પર પ્રતિબંધો લાદ્યા અને છ જહાજોને પ્રતિબંધિત સંપત્તિ તરીકે સૂચિબદ્ધ કર્યા.
ઈરાનનો ધંધો આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલો છે
અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ઈરાનનો ઓઈલ બિઝનેસ શંકાસ્પદ આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલો છે. યુ.એસ. મંત્રાલયે જણાવ્યું હતું કે ઈરાનની તેલની નિકાસ એક નેટવર્ક દ્વારા ચલાવવામાં આવે છે જે બહુવિધ અધિકારક્ષેત્રોમાં ગેરકાયદેસર શિપિંગની સુવિધા આપે છે જે મૂંઝવણ અને છેતરપિંડી દ્વારા એશિયામાં ખરીદદારોને વેચવા માટે ઈરાની તેલ લે છે અને પરિવહન કરે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એટલાન્ટિક નેવિગેશન OPC પ્રાઈવેટ લિમિટેડ એ ભારત સ્થિત કંપની છે જે વિગોર જહાજના ISM મેનેજર તરીકે ઈરાની પેટ્રોલિયમના પરિવહનમાં સામેલ છે.