કોરોના મહામારીના કારણે દેશ જ નહિ પરંતુ આખુ વિશ્ર્વ પરેશાન છે ત્યારે આ મહામારી વચ્ચે વ્લાદિમીર પુટિનએ મોટી જાહેરાત કરી કે દેશમાં તૈયાર કરાયેલી કોરોના વાયરસની રસીને આરોગ્ય મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે.
આ વચ્ચે રશિયાએ અન્ય મોટો દાવો કરતા જણાવ્યું છે કે પોતાના દેશની રસી માટે અન્ય 20 દેશોએ અત્યાર સુધી ઓર્ડર આપી દીધો છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને જણાવ્યું હતું કે હેલ્થ મિનિસ્ટ્રીએ પોતાના દેશમાં બનેલી કોરોના વાયરસની રસીને આખરે મંજૂરી આપી દીધી છે. પુટિને કહ્યું કે આ રસીની રસી પહેલેથી જ તેમની પુત્રીને આપી દેવાઈ છે. જો કે તેમણે સ્પષ્ટતા નથી કરી કે તેમણે પોતે રસી લીધી હતી કે નહીં.
મળતી માહિતી મુજબ જો કે આ વચ્ચે રશિયાએ બીજો સૌથી મોટો દાવો કર્યો છે કે વિશ્વના 20 દેશો દ્વારા આ રસીના 1 અબજ ડોઝ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પુટિને કહ્યું, ‘મારી પુત્રીએ પણ આ રસી લીધી છે, શરૂઆતમાં તેને હળવો તાવ હતો પરંતુ હવે તે એકદમ ઠીક છે.’તેઓએ કહ્યું કે મારી પુત્રી ઠીક છે અને સ્વસ્થ લાગે છે. તેમણે આ સમગ્ર ટ્રાયલમાં પણ ભાગ લીધો હતો.
આ ઘોષણા પછી, રશિયા પહેલો દેશ બન્યો છે જેણે રસી બનાવવાનું કામ પૂર્ણ કરવાનો દાવો કર્યો છે. રશિયાએ યોજના બનાવી છે કે આ રસી પ્રથમ આરોગ્ય કર્મચારીઓને, પછી વૃદ્ધોને આપવામાં આવશે.
મોસ્કોએ ઘણા દેશોમાં રસી સપ્લાય કરવાની વાત પણ કરી છે. રશિયા કહે છે કે તે સપ્ટેમ્બર સુધીમાં તેની કોરોના રસીનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરી શકે છે.ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે રસીનું ટ્રાયલ પૂરૂ થઇ ગયું છે અને સપ્ટેમબર મહિનામાં તેનું પ્રોડક્શન શરુ થઇ જશે. પરંતુ હવે અચાનક જ રસી લોન્ચ કરી દેતા શંકા થઇ રહી છે.
તેનુ કારણ એ માનવામાં આવી રહ્યું છે કે કારણ કે કોઈ પણ રસી તૈયાર કરવામાં વર્ષો લાગી જાય છે. એવામાં રશિયાએ આટલા ઓછા સમયમાં રસી લોન્ચ કરી દેતા એક્સપર્ટસને આ વાત પેટમાં પચી નથી રહી.
ત્યારે તેને લઇને પણ વિવાદ શરૂ થઇ ગયો છે,વિશ્વના નિષ્ણાતો માની રહ્યા છે કે રશિયાએ આ રસી ઉતાવળમાં લોન્ચ કરી દીધી છે. અમેરિકાના ડૉ.ફોસીએ તો ત્યાં સુધી કહી દીધું કે હું આશા રાખું છું કે રશિયા અને ચીનના વૈજ્ઞાનિકો રસી લોકોને આપતા પહેલા ખરેખર તેની ટેસ્ટિંગ કરશે.