ઈન્ટરનેટ પર પોર્ન સામગ્રીને લઈને આપણા દેશમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ઘણીવાર આનો કેસ સુપ્રીમ કોર્ટમાં પણ પહોચ્યો છે અને પોર્ન સાઈટ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધની માંગ પણ ચાલી રહી છે. આપણા દેશમાં જીઓ ના આવવાથી, ઇન્ટરનેટ પર પોર્ન ફિલ્મો જોનારની સંખ્યામાં પણ વધારો થયો છે. આ સિવાય વધુ ડેટા મળવાથી, લોકો આવી વેબસાઇટ્સ પર વધુ સમય પસાર કરે છે.
આ અસર ને જોતાં સુપ્રીમ કોર્ટે હાલમાં પોર્ન ને લઈને નવા નિયમો બનાવ્યા છે જે તમારે જાણવાની જરૂર છે. જો તમે પોર્નને લઈને આ નિયમોને નથી જાણતા તો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. જણાવી દઈએ કે કોઈ વ્યક્તિ પોર્ન વીડિઓ અથવા ચાઈલ્ડ પોર્નોગ્રાફીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પકડાશે તો આવામાં સાઈબર ક્રાઈમ એક્ટ મુજબ તેના ઉપર કારવાઈ થઇ શકે છે.
સરકારે આના માટે નવી વેબસાઈટ પણ લોન્ચ કરી છે. જેના પર કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકે છે. હાઇકોર્ટના આદેશ પછી આઠસૌ થી વધારે સંખ્યામાં ઉપલબ્ધ પોર્ન સાઈટને હમેશા માટે બંધ કરી દીધી છે. પોર્ન સાઇટને બંધ કરવા પાછળનું કારણ સમાજમાં ફેલાયેલી અશ્લીલતાને માનવામાં આવે છે.
મુખ્ય હેતુઓમાં એક સ્ત્રીઓ સામે વધી રહેલા ગુનાઓ પણ છે. વાસ્તવમાં, આવી વેબસાઇટ પર ઉપલબ્ધ સામગ્રી યુવાનોને આવા ગુનાઓ કરવા માટે પ્રોત્સાહન આપે છે, તેથી હાઇકોર્ટ ઈચ્છે છે કે આવી તમામ પોર્ન સાઇટ્સને ઓળખીને તેને સંપૂર્ણ રીતે બંધ કરી દેવી. પોર્ન સાઇટના પ્રતિબંધને લીધે આગામી સમયમાં છોકરીઓ સામેના કેસમાં ઘટાડો થવાની શક્યતા પણ છે.