Japan Earthquake: જાપાનમાં(Japan) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. આ પછી, હવામાન એજન્સીએ આગાહી કરી છે કે જાપાનના ઇઝુ દ્વીપ પર સમુદ્રના મોજા 1 મીટર સુધી ઉછળશે. આ ઉપરાંત સુનામીને લઈને પણ ચેતવણી જારી કરવામાં આવી છે.
2011માં આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી
જાપાનને વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં ગણવામાં આવે છે. 2011માં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે આવેલી સુનામીએ ઉત્તર જાપાનના મોટા ભાગનો નાશ કર્યો હતો. ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટને પણ ભારે નુકસાન થયું છે.
ભારતમાં પણ આ દિવસોમાં ભૂકંપના આંચકા ખૂબ જ અનુભવાઈ રહ્યા છે. મંગળવારે (3 ઓક્ટોબર) બપોરે લગભગ 2:53 વાગ્યે દિલ્હી-NCRમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા સાથેનો ભૂકંપ આવ્યો હતો. સાથે જ નેપાળમાં અનેક વખત ભૂકંપ આવી ચૂક્યા છે.