જાપાન એરલાઇન્સ પર ગુરુવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ સાયબર હુમલો થયો હતો. તેનાથી એરલાઈન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ પર અસર પડી છે. એરલાઈન્સના પ્રવક્તાએ સાઈબર હુમલાની પુષ્ટિ કરી છે.
જાપાન એરલાઇન્સ ગુરુવારે સવારે સાયબર એટેક હેઠળ આવી છે. જેના કારણે મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે. ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ સાયબર હુમલો ગુરુવારે સવારે લગભગ 7.30 વાગ્યે થયો હતો. તેનાથી એરલાઈન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ પર અસર પડી છે. એરલાઈન્સના પ્રવક્તાએ સાઈબર હુમલાની પુષ્ટિ કરી છે. પરંતુ તેમણે કહ્યું કે હાલમાં ફ્લાઇટના વિલંબ અથવા રદ કરવા અંગે કોઈ અપડેટ નથી.
જાપાન ટુડેના અહેવાલ મુજબ, સાયબર હુમલાના કારણે જાપાન એરલાઈન્સની નવ ડોમેસ્ટિક ફ્લાઈટ સેવાઓ મોડી પડી હતી. એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું કે અમને સાયબર એટેકની જાણ થઈ છે. અમે સિસ્ટમની પુનઃપ્રાપ્તિ સ્થિતિ તપાસી રહ્યા છીએ. આ દરમિયાન ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટની ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. અમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે સાયબર હુમલાને કારણે એરલાઇન્સે ટિકિટનું વેચાણ બંધ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે જાપાન એરલાઈન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઈન કંપની છે.