ચીનથી ફેલાયેલ કોરોના વાયરસે આખી દુનિયામાં કોહરામ મચાવ્યો છે. આ ખતરનાક વાયરસથી દુનિયાભરમાં 82 હજાર લોકોના જીવ ગયા છે. જ્યારે 14 લાખથી વધુ લોકો આ જીવલેણ વાયરસની ચપેટમાં છે. કોરોના વાયરસે સૌથી વધારે અમેરિકા, ઈટલી, ફ્રાન્સ, જર્મની, ચીન, ઇરાન અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં હાહાકાર મચાવ્યો છે.
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રમત જગત માટે એક માઠા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર પીટર વોલ્કરનું સ્ટ્રોકના કારણે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેમણે ઇંગ્લેન્ડ માટે 3 ટેસ્ટ મેચ રમ્યા હતા. આ ત્રણે મેચ તેમણે દક્ષિણ અફ્રિકા વિરુદ્ધ 1960માં રમ્યા હતા.
રિપોર્ટ મુજબ પીટર વોલ્કરે ઇન્ટરનેશનલ કરિયરમાં માત્ર 128 રન જ બનાવ્યા હતા. જેમાં 52 રનનો સર્વોચ્ચ સ્કોર હતો. તેમણે ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 697 કેચ પકડ્યા જેમાં રિકોર્ડ 656 પોતાની ઘરેલુ ટીમ ગ્લામોર્ગન માટે પકડ્યા. તેમણે 469 મેચમાં 13 સદીની મદદથી 17,650 રન બનાવ્યા અને 28.63ની સરેરાશથી 834 વિકેટ પણ લીધા હતા. તેઓ 1996માં ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ પણ રહ્યા. 2009થી 2010 સુધી ગ્લોમોર્ગનના અધ્યક્ષ પણ રહ્યા.