કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેર બજારોની સ્થિતિ ખૂબ ખરાબ છે. અઠવાડિયાના ચોથા દિવસે ભારતીય શેર બજારની શરૂઆત ફરી એક વખત મોટા કડાડા સાથે થઈ.
શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1900થી વધુ નીચે પડીને 34000 પોઈન્ટની નીચે આવી ગયો છે. અહીં જ જો નિફ્ટીની વાત કરવામાં આવે તો તે 550 પોઈન્ટથી વધુ પડીને 10 હજાર પોઈન્ટની નીચે 9,900 પોઈન્ટ પહોંચી ગયો.
શરૂઆતી કારોબારમાં બીએસઈ ઈન્ડેક્સના દરેક 30 શેર લાલ નિશાન પર હતા. ટાટા સ્ટીલમાં સૌથી વધુ 9 ટકા સુધીનો કડાકો રહ્યો જ્યારે એશિયન પેન્ટના શેર પણ લગભગ 2 ટકા ઘટી ગયા. ભારતીય શેર બજાર જવી હાલત અમેરિકાની પણ રહી. ગયા કારોબારી દિવસ અમેરિકા શેર બજાર સૂચકઆંક ડાઉ જોન્સ 1400 આંકથી વધુ ગગડ્યો અને તે 23,553.22 પોઈન્ટ પર બંધ થયો. આ ડાઉજોન્સનો સૌથી મોટો કડાકો જણાવવામાં આવી રહ્યો છે.
અમેરિકી શેર બજારની હાલત જોઈને બજારના એક્સપર્ટ્સ અંદાજો લગાવી રહ્યા હતા કે ભારતીય શેર બજાર એક વખત ફરી મોટા કડાકા સાથે ખુલશે જે અમુક હદ સુધી સાચુ સાબિત થશે. આ વચ્ચે, રૂપિયો 68 પૈસા નબડો થઈ 74.32 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો. આ 11 ઓક્ટોમ્બર 2018ની બાદનો સૌથી નિચો સ્થર છે.