ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. પીએમ નેતન્યાહૂએ કહ્યું કે તેમનો દેશ આતંકવાદ સામે ભારતની સાથે મજબૂતીથી ઉભો છે. તેમણે કહ્યું કે અમને વડા પ્રધાન મોદી અને ભારતના લોકોનો સંપૂર્ણ ટેકો છે.
ઇઝરાયલ ભારત સાથે છે
પીએમ નેતન્યાહૂએ કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાથી હું ખૂબ જ દુઃખી છું, જેમાં ડઝનબંધ નિર્દોષ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આતંકવાદ સામેની લડાઈમાં ઇઝરાયલ ભારતની સાથે ઉભું છે.”
My dear friend @narendramodi, I am deeply saddened by the barbaric terrorist attack in #Pahalgam, Jammu & Kashmir, that killed and injured dozens of innocents. Our thoughts and prayers are with the victims & their families. Israel stands with India in its fight against… pic.twitter.com/VDTKzdgksb
— Press Trust of India (@PTI_News) April 23, 2025
આતંકવાદીઓએ હુમલો કર્યો
તમને જણાવી દઈએ કે મંગળવારે કાશ્મીરના પહેલગામમાં પ્રખ્યાત પર્યટન સ્થળ બૈસરન ખીણમાં એક ક્રૂર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં બે વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે, જેમાં એક સંયુક્ત આરબ અમીરાતનો અને એક નેપાળનો હતો. 2019 માં પુલવામા હુમલા પછી ખીણમાં આ સૌથી મોટો હુમલો છે.