અમેરિકા બાદ નવા વર્ષ પર બીજા દેશમાં વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે લગભગ 10 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જેમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોના સેટિન્જે શહેરમાં બુધવારે નવા વર્ષ નિમિત્તે જોરદાર ગોળીબાર થયો હતો. આમાં ઘણા લોકોના મોત થયા હતા. પોલીસ અને સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે ગોળીબાર કરનાર વ્યક્તિ ફરાર છે.
પોલીસે રાજધાની પોડગોરિકાના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 30 કિલોમીટર દૂર સેટિન્જે શહેરમાં આરોપીઓની શોધ માટે વિશેષ પોલીસ એકમો રવાના કર્યા છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિએ ગોળીબાર કર્યો અને હથિયાર સાથે ઘટનાસ્થળેથી ભાગી ગયો. પોલીસે જણાવ્યું કે, આરોપીની ઓળખ તેના નામના એએમથી જ થઈ છે. તેણે જણાવ્યું કે આરોપીની ઉંમર 45 વર્ષ છે. પોલીસે અન્ય કોઈ વિગતો આપી નથી.
ફાયરિંગ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો
કહેવામાં આવી રહ્યું છે કે આરોપી આધુનિક હથિયારોથી સજ્જ હતો. તેણે અચાનક લોકો પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. આ પછી તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મોન્ટેનેગ્રોની એક ન્યૂઝ ચેનલ આરટીસીજી ટેલિવિઝન દ્વારા જાહેર કરવામાં આવેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે એક બારમાં થયેલી લડાઈ બાદ આરોપીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં સાત લોકોના મોત થયા હતા. “સશસ્ત્ર માણસ (જેણે ગોળી ચલાવી હતી) તે ઘટનાસ્થળેથી ભાગી ગયો,” RTCGએ જણાવ્યું કે આરોપીની ઓળખ અકો માર્ટિનોવિક તરીકે થઈ છે.