અત્યારે દેશભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહે છે,ત્યારે દુનિયામાં મોટાભાગના દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મિઝોરમમાં એક જ ગામમાં એક જ છત નીચે રહેતા આ પરિવારને કોરોના વાયરસની બિલકુલ પણ અસર નથી થઇ. તે હાલ પણ પોતાના સામાન્ય કામોમાં વ્યસ્ત છે. દેશના બીજા લોકોની જેમ આ પણ કોરોનાને લઇને સાવધાન છે. આ પૂરો પરિવાર જિયોના ચાનાનો છે. જેમાં કુલ મળીને 181 લોકો છે. અને તે લોકો 100 રૂમના મકાનમાં એક સાથે રહે છે. ઘરના મુખિયા છે જિયોના ચાના. જેમને 39 પત્નીઓ અને 94 બાળકો છે. સાથે આ પરિવારમાં 14 વહુ અને 33 બાળકો પણ છે. જેમના જિયોના દાદા છે.
આ પરિવાર મિઝોરમની સુંદર વાદીઓની વચ્ચે બટવંગ ગામમાં એક મોટો મકાનમાં રહે છે. અહીં કોરોનાની કોઇ અસર નથી. ના કોઇ કેસ નોંધાયો છે. માટે અહીં જીવન સામાન્ય છે. જિયોના મુખ્ય રીતે સુથાર છે. પણ તેમનો પરિવાર કોઇ કમ્યુનિટીથી ઓછો નથી. પરિવારના કામમાં આવનાર તમામ વસ્તુઓ આ લોકો જ કાં તો પોતે બનાવે છે કાં પોતે ઉગાડે છે.
જિઓના પોતાના પરિવારની સાથે 100 રૂમના આ મકાનમાં રહે છે. જ્યાં મોટું રસોઇઘર છે. આ સિવાય જિઓના પોતાના પરિવારને અનુશાસનથી ચલાવે છે. અહીં બધા ખાવાનું બનાવવાથી લઇને ઘરના અન્ય કામ મળીને કરે છે. મિઝોરમમાં એક જ કોરોનાનો કેસ સામે આવ્યો હતો. પણ અન્ય રાજ્યોની જેમ અહીં પણ સાવધાની રાખવામાં આવી રહી છે. આમ પણ આ પરિવાર પોતાને બહારી દુનિયાથી દૂર જ રાખે છે.
પરિવારની મહિલાઓ ખેતી કરે છે. ઘર ચલાવવામાં મદદ કરે છે. ચાનાની સૌથી પહેલી પત્ની ઘરના સદસ્યોમાં કામની સોંપણી કરે છે. અને સાથે જ બધાના કામકાજ પર નજર રાખે છે.
આ લોકોને એક દિવસમાં 45 કિલો ભાત, 30-40 મરધાં, 25 કિલો દાલ, દર્જન ઇંડા અને 60 કિલો શાકની જરૂર પડે છે. સાથે જ આ પરિવારના લગભગ 20 કિલો ફળ પણ રોજ ખાય છે. અને આ બધુ જ તે લોકો જાતે જ ઉગાવે છે. તેમની પાસે પોતાના મોટા મોટા ખેતર છે. અને તેમનો પોતાનો પોલ્ટ્રી ફાર્મ પણ છે.
આ વિસ્તારમાં ચાના પરિવારનું મોટું નામ છે. કારણ કે એક સાથે બધા વોટ જો કોઇ એક નેતાના પક્ષમાં પડે તો રાજનૈતિક પાર્ટીને પણ ફાયદો થાય. માટે સ્થાનિક ચૂંટણીમાં પણ આ લોકો જેને વોટ આપે છે તે જ જીતે છે. કોરોના માટે દુનિયાને આ લોકો એક સંદેશો આપી રહ્યા છે કે જો સારી રીતે રહેશો તો તમામ બિમારીથી તમે દૂર રહેશો.
જિયોના ચાનાનો સૌથી મોટો પુત્ર લગભગ 52 વર્ષનો છે. તેનું નામ પારલિયાના છે, તેનું કહેવું છે કે તેના પિતા મિઝોરમના તે ટ્રાઇબ્સથી નાતો રાખે છે જ્યાં બહુપત્નીત્વ સામાન્ય વાત છે. આ માટે જ મોટાભાગે ગરીબ અને અનાથ મહિલાઓથી લગ્ન કરીને તેમને ઘરે લાવે છે.