કોરોનાનો કહેર આખા દેશમાં જ નહિ દુનિયામાં પણ છે, અને તેના કારણે અનેક દેશો આર્થિક મંદીનો શિકાર પણ બન્યા છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે આગામી 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.
ત્યારે આ ચૂંટણીને ધ્યાને રાખી બંને મુખ્ય પાર્ટીઓ પ્રચારમાં જોતરાઈ ગઈ છે. જેના માટે તાબડતોડ તૈયારીઓ થઈ રહી છે. અહીં રેલીઓની સાથે સાથે અન્ય માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી 2020ના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન પ્રચાર અભિયાન દરમિયાન જણાવ્યુ હતું કે, તેઓ પોતાના પ્રચાર માટે 280 મિલિયન ડોલર એટલે કે, 5.98 અબજ રૂપિયા ખર્ચ કરશે.
આ ખર્ચ ફક્ત ટીવી અને સોશિયલ મીડિયામાં જાહેરાત પાછળ જ આટલો ખર્ચ થશે.કહેવાય છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેનનો ચૂંટણી પ્રચારનો ખર્ચો જોતા સ્પષ્ટ સંકેતો મળે છે કે, 15 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર ધૂંઆધાર થવાનો છે.
જાણવા મળી રહ્યુ છે કે બિડેન પોતાના નવી જાહેરાત પાછળ 60 મિલિયન ડોલર ખર્ચ કરશે. જેમાં ડિજીટલ જાહેરાત પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર ગત મહિના સુધીમાં તેમણે 242 મિલિયન ડોલર ખર્ચ કરી નાખ્યો છે.
જાણવા મળી રહ્યુ છે કે બિડેન પોતાના નવી જાહેરાત પાછળ 60 મિલિયન ડોલર ખર્ચ કરશે. જેમાં ડિજીટલ જાહેરાત પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર ગત મહિના સુધીમાં તેમણે 242 મિલિયન ડોલર ખર્ચ કરી નાખ્યો છે.
ચૂંટણી સર્વેક્ષણમાં અત્યાર સુધીમાં આવેલા અનુમાન પ્રમાણે જોઈએ તો, બિડેન પાછળ ધકેલાતા દેખાઈ રહ્યા છે. ત્યારે હવે બિડેનમાં નવો આત્મવિશ્વાસ આવી ગયો છે. અને તેઓ 15 રાજ્યોમાં જોરદાર પ્રચાર કરી રહ્યા છે. જેમાં ટ્ર્મ્પથી ઘણા આગળ જતા દેખાઈ રહ્યા છે. આવુ પહેલી વખત બની રહ્યુ છે કે, ટ્ર્મ્પ કરતા પણ વધારે તેમના વિરોધી દળના નેતા ખર્ચ કરી રહ્યા છે.
ત્યારે બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવવા માટે સતત પ્રચાર કરી રહ્યા છે. ટ્રમ્પે 11 રાજ્યોમાં પ્રચાર માટે ટીવી પાછળ 11.24 અબજ ખર્ચ કરવા માટે સુરક્ષિત રાખ્યા છે