અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ પણ ઝૂકાવશે…એવું જાણવા મળી રહ્યું છે.કમલાનું નામ ભારતીય છે જયારે તેમની માતા પણ મૂળ ભારતીય છે અને પિતા આફ્રિકન છે.કમલા હેરિસના માતા શ્યામલા ગોપાલનનો જન્મ ભારતમાં થયો હતો, જ્યારે તેમના પિતા ડોનાલ્ડ હેરિસનો જન્મ જમૈકામાં થયો હતો.તેઓ બ્રેસ્ટ કેન્સરના સ્પેશ્યલિસ્ટ છે. કમલાના પિતા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. કમલાની એક બહેન પણ છે,જેનું નામ પણ માયા એવું ભારતીય રખાયું છે.કમલા હેરીસ અશ્વેત વારસો ધરાવે છે.એટલે જ તેને કેટલાક લોકો ફીમેલ ઓબામાં તરીકે ઓળખવામાં આવે છે.
અમેરિકામાં બરાક ઓબામા પ્રમુખ બન્યા ત્યારે ઇતિહાસ રચાયો હતો. કારણ કે અશ્વેત પિતા અને શ્વેત માતાનો પુત્ર અમેરિકામાં સર્વોચ્ચ સ્થાને પહોંચી શક્યો હતો. અમેરિકામાં દેશભરના લોકો વસ્યા છે.એમના જ એક કમલા હેરીસ તેમને બંધ બેસતા આવે છે.કેમ્પેઈન સૂત્ર પ્રમાણે તેઓએ કમલા હેરીસ:ફોર ધ પીપલ એવું રાખવામાં આવ્યું છે.તેઓએ સરળતાથી સમજી શકાય તેવો એક નાનકડો વિડીયો પણ વાયરલ કર્યો છે.
અમેરિકામાં કેટલાક મહત્વના મુલ્યો જેમકે,સત્ય, ન્યાય, સંસ્કાર, સમાનતા, સ્વાતંત્ર્ય, લોકતંત્ર. આ મૂલ્યો સામે સવાલ ઊભો થયો છે. અને તેની સામે લડત આપવા માટે તમે સૌ અગત્યના છો અને તેથી જ હું પ્રમુખપદ માટે દાવેદારી કરવાનું છે. એમ કમલા હેરિસ વિડિયોમાં કહી રહ્યા છે. આમ સામાન્ય લાગતી આ વાત દ્વારા તેમણે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન સામે સવાલો ઊઠાવ્યો છે.
ટ્રમ્પ અમેરિકાને ફરી ગ્રેટ બનાવવાની વાત કરી રહ્યા છે, પણ તેમની દૃષ્ટિ સંકુચિત અને ઇમિગ્રન્ટ્સ વિરોધી છે. તેઓ અમેરિકાને ગ્રેટ બનાવનારા મૂલ્યોને જ તોડી રહ્યા છે તેવી છાપ ઊભી થઈ રહી છે, ત્યારે તે મુદ્દાને જ કમલા હેરિસ પોતાના પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવવા માગે છે.આઠ વર્ષ બરાક ઓબામાનું શાસન રહ્યું અને હવે ૨૦૨૦,૨૦૨૪માં લાગી રહ્યું છે કે અમેરિકા હવે મહીલા પ્રમુખ માટે પણ તૈયાર છે.
આ પહેલા હિલેરી ક્લિન્ટને જોરદાર લડત પણ આપી, પરંતુ જીતી શક્યા નહિ.વિશ્વની મહાસત્તા ધરાવતો દેશ જેમાં રાષ્ટ્રપતિની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં મહિલાઓ એ મહત્વના ઉમેદવારો બનશે એવી માહિતી મળી રહી છે.ત્યારે ભારતીયો માટે એક રસનો વિષય કે ચર્ચાનો વિષય બની રહેશે કે અમરિકાની ચૂંટણીના ઉમેદવારોમાં ત્રણ મહિલાઓ છે જે મહિલા દાવેદારમાં એવા નામ છે જે આડકતરૂ કનેક્શન છે.
તુલસી ગબાર્ડ, કમલા હેરિસ અને નિકી હેલી આ ત્રણેય નામોને કારણે ભારતમાં ચર્ચા થતી રહેશે. કમલા હેરિસે કેમ્પેઈન નામ ફોર ધ પીપલ આપ્યું છે પણ તેના પરથી તેઓ સરકારી વકીલ છે તે વાત પણ સ્પષ્ટ થાય છે.કમલા હેરિસને ઓબામાને ટેકો આપનારા જૂથોનો ટેકો મળી શકે છે, કેમ કે તેમની ઓળખ આફ્રિકન પણ છે.દાવેદારી પ્રમાણે 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ફરી એકવાર મહિલા ઉમેદવાર મેદાનમાં હશે.પોતાના પક્ષમાં આંતરિક દાવેદારી નોંધાવી છે. હવે પ્રાઇમરી શરૂ થશે તેમાં તેમણે જીતવું પડશે. પોતાના પક્ષમાં સમર્થન મેળવ્યા પછી 2020માં ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરવાનો રહેશે. શું એવું થશે ખરું કે અમેરિકામાં 2020ની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારો આમનેસામને હોય? શું એવું શક્ય બનશે ખરું કે બંને મહિલા ઉમેદવારોનું વળી કશુંક ભારતીય કનેક્શન પણ હોય?ત્યારે ભારતમાં પણ લોકસભા ચૂંટણીનો માહોલ તૈયાર થઈ ગયો છે એટલે કદાચ એવું બને કે ભારતમાં દેશની અને અમેરિકાની ચૂંટણીની પણ એટલી જ ઉત્સુકતા હોય.