ચીનના આક્રમક વલણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી શક્તિ વચ્ચે દુનિયાના દરેક દેશની નજર ભારત ઉપર છે. જોકે ઘણા દેશો માને છે કે, એશિયામાં માત્ર ચીનના આક્રમક વલણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી શક્તિ વચ્ચે દુનિયાના દરેક દેશની નજર ભારત ઉપર છે. જોકે ઘણા દેશો માને છે કે, એશિયામાં માત્ર ભારત જ શક્તિનું સંતુલન સ્થાપિત કરી શકે છે. હવે યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન પણ એવું જ માની રહ્યા હોવાનું સામે આવ્યું છે.
યુએસ ડિફેન્સ સેક્રેટરીએ કહ્યું, ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે. આ ઉપરાંત, તે અન્ય દેશોના કેટલાક ભાગો પર પણ પોતાનો દાવો કરે છે અને આ માટે આક્રમક અભિગમ પણ અપનાવી રહ્યો છે. ઓસ્ટીને કહ્યું, ચીન દક્ષિણ ચીન સાગરમાં આક્રમક અને ગેરકાયદેસર અભિગમ અપનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા તેના સહયોગીઓ સાથે ઉભું છે.
સિંગાપોરમાં શાંગરી લો ડાયલોગમાં તેમણે કહ્યું કે, ભારતની વધતી શક્તિ જ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા સ્થાપિત કરી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકા માને છે કે, ભારતની વધતી જતી સૈન્ય ક્ષમતા અને તકનીકી ક્ષમતા આ ક્ષેત્રમાં સ્થિરતા લાવી શકે છે. કાર્યક્રમ દરમ્યાન તેમણે મુખ્યત્વે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ચીન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે તેની દરિયાઈ ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે. તેમણે કહ્યું, ચીન ભારત સાથેની સરહદ પર પોતાની સ્થિતિ કડક કરી રહ્યું છે.
યુએસ ડિફેન્સ સેક્રેટરીએ કહ્યું, ચીન આક્રમક વલણ અપનાવી રહ્યું છે. તેનો ભારત સાથે સીમા વિવાદ પણ છે અને તે લદ્દાખ સેક્ટરમાં આક્રમક અભિગમ અપનાવે છે. આ સિવાય તે વિયેતનામ, તાઈવાન, ફિલિપાઈન્સ, બ્રુનેઈ, મલેશિયાના ભાગો પર પણ દાવો કરે છે. આવી સ્થિતિમાં અમેરિકા ભવિષ્યના આક્રમણને રોકવા અને તેને હરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અમે અમારા મિત્રો સાથે પણ ઊભા છીએ અને અમારા સુરક્ષા માળખાને પારદર્શક અને વધુ સમાવિષ્ટ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.