અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વમાં છદ્મ આવરણ નહીવત્ હતું. તેમજ સાર્વજનિક જીવનમાં શાલીનતા પણ જાળવી રાખતા હતા. દરેક પરિસ્થિતિમાં તેમનું આચરણ સહજ રહેતું હતું. અટલજી સાથે લાંબા સમય સુધી રહેલા લાલકૃષ્ણ અડવાણી, તેમના નજીકના સહયોગીઓ અને કેટલાક લેખકોએ તેમની સાથે જોડાયેલાં રસપ્રદ કિસ્સાઓ સમયાંતરે શેર કર્યાં છે. અટલજી એવું વ્યક્તિત્વ હતા કે તે સંસદ માં પગપાળા આવતા હતા. પંડિત નહેરુ પણ અટલજીથી પ્રભાવિત હતા. તેમની ભાષણ શૈલીથી અડવાણીજીને ઘણો કોમ્પ્લેક્સ રહેતો હતો.
૧. ટીવી બંધ કરી દીધું તો નારાજ થઇ ગયા
અટલજી જ્યારે નવ વર્ષ બીમાર રહ્યા અને શરીર લકવાગ્રસ્ત થઇ ગયું હતું ત્યારે તેઓ ઘણીવાર ટીવી જોતા હતા. 2014માં થયેલી ચૂંટણીના પરિણામો પણ તેમણે ટીવી પર જોયા. તેઓ બોલતા ન હતા પરંતુ તેમના ચહેરા પર આવી રહેલા હાવભાવ સમાચારોને લઇને તેમના રિએક્શન્સ જણાવી દેતા હતા. પરિવારના સભ્યો અને સહયોગીઓ તેમને અખબાર વાંચીને સંભળાવતા હતા. એકવાર ટીવી પર ગૃહની કાર્યવાહીનું પ્રસારણ થઇ રહ્યું હતું, ત્યારે કોઇએ ટીવી બંધ કરી દીધું તો અટલજી બાળકની જેમ ગુસ્સે થઇ ગયા. ત્યારબાદ જ્યારે ફરી ટીવી ચાલુ કરવામાં આવ્યું તો તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. જ્યારે જૂની ફિલ્મો ટીવી પર આવી રહી હોય તો તેઓ મૌન બનીને જોયા કરતા હતા.
2. પગપાળા સંસદ આવતા હતા
લાલકૃષ્ણ અડવાણીએ એકવાર ભાસ્કરને 1957નો એક કિસ્સો જણાવ્યો હતો. ત્યારે અટલજી પહેલીવાર સાંસદ બન્યા હતા. બીજેપી નેતા જગદીશપ્રસાદ માથુર અને અટલજી બંને એકસાથે ચાંદની ચોકમાં રહેતા હતા. પગપાળા જ સંસદ આવતા-જતા હતા. છ મહિના પછી અટલજીએ રિક્ષામાં જવા માટે કહ્યું તો માથુરજીને આશ્ચર્ય થયું. તે દિવસે તેમને એક સાસંદ તરીકેનો 6 મહિનાનો પગાર એકસાથે મળ્યો હતો. માથુરજીના શબ્દોમાં આ જ અમારી એશ હતી.
3. ચૂંટણી હારીને ફિલ્મ જોવા જતા રહ્યા હતા
અડવાણીના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં નયાબાંસની પેટાચૂંટણી હતી. અમે ખૂબ મહેનત કરી, પરંતુ અમે હારી ગયા. અમે બંને દુઃખી હતા. અટલજીએ મને કહ્યું કે ચલો સિનેમા જોઇ આવીએ. અજમેરી ગેટમાં અમારી ઓફિસ હતી અને પાસે જ પહાડગંજમાં થિયેટર. ખબર ન હતી કઇ ફિલ્મ લાગેલી છે. પહોંચીને જોયું તો રાજ કપૂરની ફિલ્મ હતી- ‘ફિર સુબહ હોગી’. મેં અટલજીને કહ્યું- “આજે આપણે હાર્યા છીએ પરંતુ જોજો સવાર જરૂર થશે.” અમે ઘણીવાર અજમેરી ગેટથી ઝંડેવાલા તકતાંગેમાં જમવા જતા હતા.
૪. બાળકની જેમ ડિઝ્નીલેન્ડની મજા માણી
કરિયરનો કોઇપણ પડાવ કેમ ન હોય, તેમની અંદરનું બાળક હંમેશાં જીવતું રહ્યું. 1993ની વાત છે. અમેરિકા પ્રવાસના સમયે, ફુરસતના સમયમાં તેઓ ગ્રાન્ડ કેનિયન અને ડિઝ્નીલેન્ડ પહોંચી ગયા. બાળક જેવી જિજ્ઞાસા સાથે તેઓ લાઇનમાં ઊભા રહ્યા. ટિકિટ ખરીદી અને રાઇડ્સનો આનંદ લીધો. તેમના વ્યક્તિત્વનું આ પાસું બહુ ઓછું જાણીતું છે.
૫. કારગિલ યુદ્ધ બાદ કહ્યું હતું- હું પોતાની જાતને ભારત રત્ન કેવી રીતે આપી શકું…
કારગિલ યુદ્ધ બાદ અટલજીને તેમના કેટલાક મંત્રીઓએ કહ્યું, “અમે તમને ભારત રત્ન આપવા માગીએ છીએ.” અટલજીએ વઢતા કહ્યું, “હું પોતાની જાતને ભારત રત્ન આપી દઉં શું? ભવિષ્યમાં કોઈ સરકારને લાગશે તો આપશે, હું પોતાની જાતને નહીં આપું.” કારગિલ યુદ્ધ બાદ સંબંધ સુધારવા માટે વાજપેયીએ 2001માં પરવેઝ મુશર્રફને આગ્રા બોલાવ્યા હતા. આતંકવાદ શબ્દને લઈને વાજપેયીની દ્રઢતાના કારણે મુશર્રફે ઉદાસ થઈને પાકિસ્તાન પરત ફરવું પડ્યું હતું.
૬. નવાઝને ફોન પર લાગ્યો હતો ઝટકો
પાકિસ્તાની પત્રકાર નસીમ ઝેહરાના પુસ્તક ફ્રોમ કારગિલ ટૂ ધ કોપમાં અટલજી તરફથી નવાઝ શરીફનો ભારત પ્રવાસ રદ કરવાનો ઉલ્લેખ છે. જેમાં લખવામાં આવ્યું છે કે 1999માં શરીફ ભારત આવવાના હતા. તેઓએ ફેક્સથી ગુડવિલ મેસેજ પણ ભારત મોકલી દીધો હતો. લગભગ રાત્રે 10 વાગ્યે આવેલો અટલજીનો જવાબ તોપના ગોળા સમાન હતો. તેઓએ લખ્યું હતું કે તેઓ નવાઝને ભારત નથી બોલાવી રહ્યા, પરંતુ પાકિસ્તાનને કારગિલમાં ઉપસ્થિત સેના હટાવવાની માંગ કરી રહ્યા છે. જેથી બંને પક્ષોની વચ્ચે વાતચીતની શરૂઆત થઈ શકે.
source: www.divyabhaskar.co.in