દેશમાં કોરોના વાયરસના પ્રકોપને ઓછો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશણાં 21 દિવસ લોકડાઉનનો આદેશ આપ્યો હતો. જે 15 એપ્રિલ સુધી ચાલુ રહેશે. જેથી લોકડાઉનના સમયમાં દર્શકોનું મનોરંજન થઈ શકે તે માટે 80 અને 90ના દાયકાના કેટલાક સુપરહિટ શોઝ દૂરદર્શને રિ-ટેલિકાસ્ટ કર્યા છે. આ શોઝ ચાલુ કરવાથી દર્શકો તો ખુશ છે જ સાથે ચેનલ માટે પણ સારાં સમાચાર છે. આ શોને ટીઆરપીમાં રેકોર્ડ બનાવ્યો છે…1988માં દર્શાવવામાં આવતી રામાયણ આજે પણ સુપર હિટ પુરવાર થઈ છે અને ટેલિવિઝન જગતમાં તહેલકો મચાવી દીધો છે. રામાયણે ટીઆરપીની બાબતે તમામ રેકોર્ડ્સ તોડ્યાં છે. કોરોના વાયરસ સામે 21 દિવસના લોકડાઉનને લીધે દુરદર્શન દ્વારા રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ કરાયું છે અને સવારે તેમજ રાત્રે બે અલગ અલગ એપિસોડનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.90ના દાયકામાં ટીવી પર રામાયણ આવતી ત્યારે દેશમાં કર્ફ્યૂ જેવી સ્થિત જોવા મળતી હતી. રોડ પર લોકોની અવર જવર ઓછી રહેતી હતી. ટીવી પર આવતા તમામ શો રામાયણની ટક્કરમાં ટકી શક્યા નથી. 2015થી લઈને અત્યાર સુધીમાં જનરલ એન્ટરટેઈન્મેન્ટની શ્રેણીમાં રામાયણ સૌથી શ્રેષ્ઠ સીરિયલ બની ગઈ છે.
પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે ખૂદ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, મને એ જણાવતા આનંદ થાય છે કે દુરદર્શન પર પ્રસારિત થઈ રહેલી રામાયણ 2015થી અત્યાર સુધીનો સૌથી ટીઆરપી મેળવનાર હિન્દી જનરલ એન્ટરેઈન્મેન્ટ શો બની ગયો છે.