આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં બોલરોના લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધા છે. જેમાં લેટેસ્ટ અપડેટમાં ભારતનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ નંબર વન પર પહોંચી ગયો છે. બુમરાહ વન ડેમાં વિશ્વનો નંબર વન બોલર બની ગયો છે. આ સાથે ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં બુમરાહે 19 રનમાં છ વિકેટ ઝડપી હતી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે આઇસીસી વન ડે બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો હતો.
બુમરાહે ફેબ્રુઆરી 2020 માં ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ સામે ટોચનું સ્થાન ગુમાવ્યું હતું.આ સાથે તે છેલ્લા બે વર્ષમાં 730 દિવસ સુધી નંબર 1 પર રહ્યો હતો, જે અન્ય કોઈ પણ ભારતીય કરતા વધારે હતો અને ઇતિહાસમાં નવમા ખેલાડી તરીકે તે સૌથી વધુ વખત ટોચના સ્થાને રહ્યો હતો.પ્રથમ ટી-20માં નંબર-1 રહેલો બુમરાહ હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે, કપિલ દેવ બાદ વન-ડે રેન્કિંગમાં નંબર-1 બનનારો તે બીજો ભારતીય ફાસ્ટ બોલર છે. મનિન્દર સિંઘ, અનિલ કુમ્બલે અને રવિન્દ્ર જાડેજા ટોચના રેન્કિંગ હાંસલ કરનારા અન્ય ભારતીય બોલરો છે.