પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે ઘણા બધા પ્રકારની વસ્તુઓનું સેવન કરવું પડે છે. એમાં માંથી એક છે બીટ જેનું સેવન કરવાથી તમારા શરીરને ઘણા પ્રકારના ફાયદા અને સ્વાસ્થ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. લાલ રંગનું જોવા મળતા આ બીટના જ્યુસમાં સારી માત્રામાં વિટામીન અને ખનિજ હોય છે જે લોહીના શુદ્ધિકરણના કામમાં ખુબ જ સહાયક બને છે. સાથે જ તેમાં રહેલા એંટીઓક્સીડેન્ટ તત્વો રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. આમાં આયરન, સોડીયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને અન્ય મહત્વપૂર્ણ વિટામીન પણ જોવા મળે છે. તો આવો જાણીએ બીટનું જ્યુસ પીવાથી થતા ફાયદા વિશે.
હાઈ બીપી:
બીટને એક ખુબ જ ઉપયોગી ઔષધી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમને હાઈ બીપીની સમસ્યા હોય તો તમારે બીટના જ્યુસનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારું બીપી યોગ્ય સ્તર પર જળવાઈ રહે છે.
લોહીની ઊણપ:
ઘણા લોકોના શરીરમાં લોહીની ઊણપ હોય છે. જેથી અવારનવાર તેઓ બીમારીઓથી ઘેરાયેલા રહે છે. માટે તે લોકોએ બીટના જ્યુસનું સેવન કરવું જોઈએ. જેનાથી શરીરમાં નવા બ્લડ સેલ બને અને લોહીનું નિર્માણ થાય છે. જેથી એનીમિયા જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.
પથરીની સમસ્યા:
જો તમને પથરીની સમસ્યા હોય તો બીટનો રસ પાથરી દૂર કરવા માટે સૌથી સારો ઉપાય છે. જેમાં બીટના રસને પાણી સાથે ઉકાળીને તેનું સૂપ બનાવીને પીવું જોઈએ. જેનાથી થોડાક સમય બાદ તમારી પથરી નીકળી જવાની સંભાવના વધી જાય છે.
ઘૂંટણનો દુખાવો:
ઘૂંટણના દુખાવાથી પીડાતા લોકોએ ખાસ કરીને બીટના જ્યુસનું સેવન કરવું જોઈએ.બીટમાં રહેલા એંટીઓક્સીડેન્ટ તત્વો સાંધાનો દુખાવો તેમજ ઘૂંટણના દુખાવાથી દૂર કરવામાં ખુબ જ મદદ કરે છે.
ગેસની સમસ્યા:
શરીરમાં લોહીની ઉણપ હોવાથી પાચનતંત્ર નબળું બને છે. જેના લીધે પેટમાં ગેસની સમસ્યાઓ જોવા મળે છે. ગેસની સમસ્યાને તરત જ દૂર કરવા માટે બીટના રસનું સેવન ખુબ જ ગુણકારી સાબિત થાય છે. જેના માટે તમારે બે ચમચી બીટના રસને મધ સાથે મેળવીને તેનું સેવન કરવાથી ગેસની સમસ્યા દૂર થઇ જાય છે. પાણીથી કોગળા કરવાની સલાહ આપવામાં આવે છે.