2018માં શાહરૂખનું રેન્કિંગ ઘટ્યું અને તે 60.7 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે પાંચમા સ્થાને આવ્યો હતો. 2019માં શાહરૂખ ખાનની બ્રાન્ડ વેલ્યૂ 66.1 મિલિયન ડૉલરની થઇ અને રેન્કિંગમાં પાંચમા સ્થાને જ રહ્યો.
બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને ડિસેમ્બર 2018 બાદથી બોલિવૂડ સ્ટાર શાહરૂખની એક પણ ફિલ્મ નથી આવી. પરંતુ કમાણીના મામલે તેની આવક 122 ટકા વધી છે.
ફોર્બ્સ અનુસાર 2018માં તેની કમાણી 56 કરોડ રૂપિયા હતી જે 2019માં વધીને 124 કરોડ રૂપિયા થઈ હતી. જોકે એક સમયે શાહરૂખ ખાન જાહેરાતના કિંગ હતા.
પરંતુ હવે તેને ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેતા રણવીર સિંહ જેવા સ્ટાર તરફથી ટક્કર મળી રહી છે.
તેની સાથે અક્ષય કુમાર અને દિપીકા પાદુકોણ પણ શાહરૂખ ખાન કરતા આગળ નીક્યા છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર શાહરૂખ ખાને એક વર્ષમાં અંદાજે 20થી 25 સ્ક્રિપ્ટ્સ આવી છે. તેમાંથી પાંચ સ્ક્રિપ્ટ્સ માટે તેમણે મૌલિક સહમતી આપી છે. રાજકુમાર હિરાની, રાજ-ડીકે, અલી અબ્બાસ જફર અને શ્રીરામ રાધવન સતત તેના સંપર્કમાં છે.
ડાયરેક્ટર રાજકુમાર હિરાની કહે છે કે શાહરૂખની ફિલ્મોમાં અનેક મુખ્ય પ્રવાહથી હટીને ભૂમિકા પસંદ કરી છે. ઘણી વખત તે પસંદ પણ કરવામાં આવે છે. મને લાગે છે કે તેનામાં હજુ પણ સિનેમા બચ્યું છે.
ફિલ્મ સમીક્ષક કોમલ નાહટા જણાવે છે કે શાહરૂખ ખાન જુલાઈમાં આવી રહેલ એક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તેમનું સ્પેશ્યલ અપીરિયન્સ છે. કોમલ કહે છે કે શાહરૂખની આગામી ફિલ્મ 2021માં આવી શકે છે. તે રાજકુમાર હિરાનીની સાથે હશે. જોકે શાહરૂખ અથવા તેની ટીમ ખુદ કોઈ ફિલ્મની હજુ સુધી જાહેરાત કરી નથી.
2018માં શાહરૂખનું રેન્કિંગ ઘટ્યું અને તે 60.7 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે પાંચમા સ્થાને આવ્યો હતો. 2019માં શાહરૂખ ખાનની બ્રાન્ડ વેલ્યૂ 66.1 મિલિયન ડૉલરની થઇ અને રેન્કિંગમાં પાંચમા સ્થાને જ રહ્યો.
2019માં શાહરુખ ખાન પાસે 15 જેટલી બ્રાન્ડ છે. એની સામે 2017માં તેની પાસે 21 બ્રાન્ડ હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી વધુ બ્રાન્ડ્સનો રેકોર્ડ શાહરુખ ખાનના નામે છે.