ગઇકાલે પીએમ મોદીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે તે આવતીકાલે એટલે આજે એક વિડિયો સંબોધન કરશે ત્યારે આજે સવારે 9:00 કલાકે પીએમ મોદીએ દેશવાસીઓનું સંબોધન કરતા કહ્યું
જનતા કર્ફ્યૂ અનેક દેશ માટે મિસાલ બન્યો છે. દેશની સામૂહિક શક્તિ સામે આવી. દેશ એક થઈને કોરોના સામે લડી શકે છે તે જાણી શકાયું. લૉકડાઉનમાં સામૂહિકતા દેખાઈ રહી છે. લોકોને હજુ ઘરમાં રહીને ચિંતા છે કે હજુ કેટલા દિવસ કાઢવા પડશે. પણ તમે ઘરમાં છો પણ કોઈ એકલું નથી. 130 કરોડ લોકોની સામૂહિક શક્તિ દરેકની સાથે છે. PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, કહ્યું 5 એપ્રિલે રવિવારે રાતે 9 વાગે બહાર નીકળ્યા વિના લાઈટ બંધ કરી 9 મિનિટ માટે મોબાઈલ લાઈટ, ટોર્ચ, મીણબત્તી, દીવો ચાલુ કરી જનશક્તિનો પરિચય માંગ્યો
5 એપ્રિલના રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનિટ જોઇએ છે.
ઘરની તમામ લાઈટ બંધ કરીને 9 મિનિટ માટે દીવા કરવાના છે. મોમબત્તી, દીવા, લાઈટ અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ રાખવી. ઘરની તમામ લાઈટ બંધ હશે, ત્યારે પ્રકાશની મહશક્તિનો અહેસાસ થશે. આ પ્રકાશથી અમે પોતાના મનમાં સંકલ્પ કરીએ કે, અમે એકલા નથી. આ આયોજનના સમયે કોઈએ કહી પણ એકત્રિત થવુ નથી. પોતાના ઘરના દરવાજાએ આ કામ કરવાનું છે. સોશિયલ ડિસ્ટેન્સિંગને કોઈ પણ સંજોગામાં તોડવાનું નથી. કોરાનાની ચેઈનને તોડવાનું રામબાણ ઈલાજ છે.
કોરોના સામે લડવા દેશની એક્તા જરૂરી છે
લોકડાઉનને આજે 9 દિવસ પૂર્ણ થયા, દેશવાસીઓએ સારો સમર્થન આપ્યો છે. શાસન, પ્રશાસન અને જનતા જનાર્દન સ્થિતીને સંભાળી રહ્યા છે. દેશની સામૂહિક શક્તિનો અહેસાસ કરાવ્યો છે. દેશ એક થઈને કોરોના સામે લડાઈ લડી શકે છે. લોકડાઉનમાં તમારી સામુહિકતા સાર્થક થઇ રહી છે. આપણે સૌ પોતાના ઘરે છીએ પણ કોઇ એકલા નથી. 130 કરોડ દેશવાસીઓને શક્તિ દરેક વ્યક્તિની સાથે છે.
પીએમ મોદીએ વિડિયો સંદેશ દ્વારા દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે આ માહિતી ટ્વીટ કરીને આપી છે. મહત્વનું છે કે ગઈકાલે પીએમ મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. અને દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.