આસો મહિનાનાં શુક્લ પક્ષની પ્રતિપદાથી 9 દિવસ સુધી નવરાત્રિ શરૂ થવા જઇ રહી છે. આ વર્ષે 26 સ્પટેમ્બરથી શારદીય નવરાત્રિ શરૂ થવા જઇ રહી છે. આસો મહિનાની નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવાય છે. આ વર્ષે મા દુર્ગાનું આગમન હાથી પર થવાનું છે. મા દુર્ગા 9 દિવસ સુધી ભક્તોની વચ્ચે રહેશે અને 5 ઓક્ટોબરનાં પ્રસ્થાન કરશે. 25 સ્પ્ટેમ્બરનાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત છે. આવો જાણીયે, માતાનું આગમન કઇ સવારી પર થશે અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત શું છે.
નવરાત્રિમાં કળશ સ્થાપના:
દિવસ- અશ્વિન માસ શુક્લ પક્ષ પ્રતિપદા 26 સપ્ટેમ્બર 2022
કળશ સ્થાપના મૂરત- સવારે 6:11 થી 7:51 વાગ્યા સુધી
કુલ સમયગાળો- 1 કલાક 40 મિનિટ
કળશ સ્થાપના અભિજીત મુહૂર્ત- સવારે 11:48 થી 12:36 સુધી
કુલ સમયગાળો- 48 મિનિટ
કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવિધ મન્દાકિની છે દુર્ગા સપ્તશતી
નવરાત્રિ એટલેકે શક્તિની ઉપાસના, માં દુર્ગાની આરાધના કરી તમે તમારા પરિવાર, સમાજ અને રાષ્ટ્રને શક્તિશાળી બનાવવાની પ્રાર્થના કરી શકો છો. આ સમયે શક્તિ ભરવાનુ માનવામાં આવ્યું છે. આ લેખમાં અમે દુર્ગા સપ્તશતી ગ્રંથથી કવચ એટલેકે વ્યક્તિની સુરક્ષાના વિષય પર ચર્ચા કરીશુ. દુર્ગા સપ્તશતીમાં ભગવતીની કૃપાની સાથે તેના ઘેરા રહસ્યો પણ છે. આ ગ્રંથ કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવિધી મન્દાકિની છે. ભગવતીની ઉપાસનાથી દરેક માઈભક્તોને મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને માઈભક્તો મોક્ષ મેળવીને કૃતાર્થ થાય છે.
ભગવતીના સ્વરૂપ અને શરીરની સુરક્ષા
ભગવતીના અલગ-અલગ સ્વરૂપ તમારા શરીરના અલગ-અલગ અંગોની રક્ષા કરે છે. માર્કણ્ડેય ઋષિએ બ્રહ્માજીને સંસારમાં મનુષ્યોની સુરક્ષા અંગે પૂછ્યુ તો બ્રહ્માજીએ કહ્યું કે દેવીનુ કવચ સંપૂર્ણ પ્રાણીઓ પર ઉપકાર કરનારું હોય છે. દેવીના નવ સ્વરૂપોના અલગ-અલગ નામ જણાવવામાં આવ્યાં છે. તેથી નવરાત્રિને નવદુર્ગા પણ કહેવામાં આવે છે.