નેઇલ આર્ટમાં આજકાલ અનેકવિધ પ્રયોગ યુવતીઓ કરે છે. જો બેઝ લાઈટ શેડ નેઇલપોલિશથી કર્યો હોય તો તેના પર ડાર્ક શેડની નેઇલપોલિશથી ડિઝાઈન કરવામાં આવે છે. થોડા વખત પહેલાં નખ પર સ્ટાર, ટિક્કી વગેરે લગાવવાની ફેશન હતી. એ હવે ક્યાંય જોવા નથી મળતી. હા, મેટ ફિનિશ પર ગ્લિટર્સનો ઉપયોગ ઘણી યુવતીઓ કરે છે.
મહિલાઓમાં નેઈલ આર્ટનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ચહેરાની સાથે સાથે પોતાના નખને પણ સુંદર દેખાડવા માટે મહિલાઓ નેઈલ આર્ટનો ઉપયોગ કરે છે. પરંતુ હાલમાં જ રશિયાના સલૂનમાં એક અલગ જ પ્રકારની નેઈલ આર્ટ ડિઝાઈન કરી છે, જેને જોઈને તમે ચોંકી જશો. જેમાં નખ પર એક્રેલિકની ટ્યૂબ બનાવીને તેમાં જીવતી કીડીઓ રાખવામાં આવે છે.
https://www.instagram.com/p/Bm3lpi0H9UI/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
સલૂને આ નેઈલ આર્ટનો એક વીડિયો બનાવીને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેના પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઘણા લોકોએ આ નેઈલ આર્ટ પર વિરોધ પણ દર્શાવ્યો હતો. અને જણાવ્યું હતું કે આ કોઈ નેઈ્લ આર્ટ કે ડિઝાઈન નથી. કીડી ખુબ જ નાનું અને જીવતું પ્રાણી છે. આ પ્રાણીઓ પ્રતિ ખુબ જ ખરાબ ક્રૂરતા છે. અને આમ કરવાથી આ જીવ નખની અંદર જ મરી જશે. આ કોઈ સુંદર વાત નથી. અને પ્રાણી-જંતુ કોઈ જ્વેલરી નથી અને જીવને આમ હેરાન કરવું કોઈ સારી વાત નથી.