કોરોના સંકટને લઇ PM મોદી અને મંત્રીઓ વચ્ચેની બેઠક યોજાઇ હતી. જેમાં 3 મે બાદ લોકડાઉનને લઇને રણનીતિ પર ચર્ચા થઇ હતી. બીજા તબક્કાના લોકડાઉનને લઇને ચર્ચા કરાઇ હતી. ત્યારે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બે અઠવાડિયા સુધી વધુ લોકડાઉન વધારાયું છે.
પ્રધાનમંત્રીની ગૃહમંત્રી, રેલમંત્રી, નાણામંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં CDS જનરલ બિપિન રાવત સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં હતા. ત્યારે હવે દેશમાં 2 અઠવાડિયા સુધી લોકડાઉન વધારાયું છે. ત્યારે હવે આ ત્રીજા તબક્કાનું લોકડાઉન રહેશે. દેશમાં 4મે થી 17 મે સુધી 2 અઠવાડિયા લૉકડાઉન લંબાવાયું છે.
તેની સાથે ઓલા અને ઉબર જેવી સુવિધાઓ માટે એરેન્જ ઝોનમાં અનુમતિ આપવામાં આવ્યું છે. તેની સાથે રેડ ઝોનમાં હજી પણ કડક પણે લોકડાઉન રહેશે આપણે જણાવીએ કે ઇ કોમર્સ માટે જરૂરી સામને વેચવા માટેની પણ અનુમતિ આપવામાં આવી છે.તેની સાથે મોલ,સ્કુલ,હોટલ,જીમ,સામાજીક કાર્યકમ માટે છૂટ આપવામાં આવી નથી.