લૉકડાઉનને કારણે દેશમાં ખર્ચ કરવાની રીતોમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય ગ્રાહકો પર કરવામાં આવેલા એક સર્વે મુજબ દેશના 67 ટકા લોકોએ પોતાના ખર્ચાઓમાં ઘટાડો કર્યો છે. કન્સલ્ટિંગ ફર્મ મુજબ દેશના 54 ટકા લોકોની આવકમાં ઘટાડો આવ્યો છે. તેમાંથી મોટી સંખ્યામાં લોકોને પોતાનો રોજગાર ગુમાવો પડ્યો છે અથવા તો પગારમાં કાપ મુકાયો છે.
તેને કારણે દેશના તે તૃતિયાંશથી વધુ લોકોએ પોતાના ખર્ચમાં ઘટાડો કરી દીધો છે. ગ્રોસરી, ઘરેલૂ જરૂરિયાતનો સામાન જેવી જરૂરિયાતની વસ્તુઓ પર લોકો સતત ખર્ચ કરી રહ્યા છે. જ્યારે બિન જરૂરી સામાનોની ખરીદી પર મોટો ઘટાડો નોંધાયો છે.
કપડાઓ, એસેસરિજ, ફૂટવેર, દારુ, સ્નેક્સ, ઓનલાઇન ફૂડ, ઇલેક્ટ્રોનિક્સ, પર્સનલ કેયર સર્વિસિજ, વાહનોની ખરીદી અને ઘરથી બહાર મનોરંજન પરના ખર્ચમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આવકમાં ઘટાડાને પગલે મોટા પ્રમાણમાં લોકોએ પોતાના ખર્ચની પેટર્નમાં બદલાવ લાવ્યા છે.
દેશમાં 10થી 13 એપ્રિલ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં 57 ટકા લોકોએ સ્વીકાર્યું કે ગત બે સપ્તાહમાં તેમની ઘરેલૂ બચતમાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત 55 ટકા લોકોનું એમ કહેવું હતું કે આવનારા 2 મહીના સુધી તેમની આવક ઓછી રહેવાની આશંકા છે. જોકે મોટી સંખ્યામાં એવા લોકો પણ છે, જે માને છે કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપતી બાઉન્સબેક કરશે. સર્વેમાં સામેલ 58 ટકા લોકોએ કહ્યું કે બેથી ત્રણ મહીનામાં અર્થવ્યવસ્થા પહેલાથી પણ વધારે ઝડપથી ગ્રોથ કરશે.
આ આંકડા એટલા માટે પણ ઉત્સાહજનક છે કેમકે માર્ચના અંતિમ સપ્તાહમાં થયેલા સર્વેમાં 52 ટકા લોકો એવા હતા, જે માનતા હતા કે અર્થવ્યવસ્થા જલ્દી જ બાઉન્સબેક કરશે. કોરોના વાયરસના સંકટથી શોપિંગની પેટર્નમાં મોટો બદલાવ આવ્યો છે. ઘરેલૂ સામાનોની ખરીદી, ગ્રોસરી, પર્સનલ કેયર પ્રોડક્ટ્સ, એન્ટરટેનમેન્ટ અને ઓનલાઇન મીડિયામાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. જોકે આવનારા કેટલાક સમય સુધી કપડા, તંબાકૂ ઉદ્યોગ, જ્વેલરી અને સ્નેક્સ વગેરે બિઝનેસમાં ઘટાડો ચાલુ રહી શકે છે.