લિપસ્ટિક એ એક સૌંદર્ય પ્રસાધન છે. જેનો પ્રયોગ હોઠોને રંગવા માટે અને હોઠોના દેખાવને સુધારવા માટે તથા તેમાં નિખાર લાવવા માટે કરવામાં આવે છે. બ્યુટી પ્રોડક્ટ્સની મદદથી તમે તમારા લૂકને પૂરી રીતે બદલી શકો છો, પરંતુ શું તમે જાણો છો કે બ્યૂટી પ્રોડક્ટમાં જે તત્વો હોય છે તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એક રિસર્ચ પ્રમાણે, લિપસ્ટિક બનાવવા માટે એવા પાંચ ખતરનાક વસ્તુનો ઉપયોગ કરવામાં આવે જેનાથી મહિલાને લાંબેગાળે પેટમાં ટ્યૂમરની તકલીફ થઈ શકે છે…
લેડ
લિપસ્ટિકમાં લેડનો ઉપયોગ કરવામાં આવે છે, જે દરેક ઉમરના લોકોને પ્રભાવિત કરે છે..લેડમાં ન્યુરોટોકસીન હોય છે જે ધીમે ધીમે સીધુ જ મગજ પર અસર કરે છે..
ક્રોમિયમ
રીસર્ચ પ્રમાણે મહિલાઓના શરીરમાં સરેરાશ 24 મીલીગ્રામ લિપસ્ટિક પેટમાં જાય છે.. આ રીતે મહિલાઓ અજાણતામાં ક્રોમિયમનું સેવન કરે છે..જેનાથી પેટમાં ટ્યુમર થઈ શકે છે..
કેડમિયમ
કેડમિયમ વધારે હાનીકારક હોય છે જેને ડાયાબિટીસ કે રીનલ ડીસીસની તકલીફ હોય.. લિપસ્ટિકના વધારે પડતાં ઉપયોગથી કિડનીની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે..
મેગ્નીઝ-એલ્યુમિનિયમ
શરીર માટે મેગ્નીઝ જરૂરી તત્વ છે.. પરંતુ તેનું વધારે સેવન શરીર માટે યોગ્ય નથી.. આ જ રીતે એલ્યુમિનિયમ જે એક ન્યુરોટોક્સીન છે તે શરીર માટે યોગ્ય ગણાતું નથી..
સિન્થેટીક પરફયુમ
લિપસ્ટિકમાં પેટ્રોકેમિકલ હોય છે જે મોટા ભાગે વાતાવરણને પણ પ્રદુષિત કરે છે. લીપ્સ્ટીકમાં રહેલું સિન્થેટીક પરફયુમ પણ તમને બીમાર કરી શકે છે..
લિપસ્ટિક મહિલાઓના ચહેરા પર ચાર ચાંદ લગાવી દે છે પરંતુ ક્યારેક તે સ્વાસ્થ્યને ખુબ જ નુકશાન કરે છે. તાજેતરમાં થયેલ એક પ્રયોગ દ્વારા એ પણ જાણવા મળ્યુ છે કે લિપસ્ટીકનો ઉપયોગ કરવાથી ત્વચાના રોગ પણ થઈ શકે છે.
આ રોગ ધીમે ધીમે કેંસરનું રૂપ પણ લઈ શકે છે. શોધકર્તાઓનાં મુજબ લિપસ્ટિકમાં નુકશાનકારક તત્વો પણ હોય છે. એક શોધમાં સામે આવ્યું છે કે લિપસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કરવાથી હોઠની સુંદરતા ખત્મ થઈ જાય છે.
લિપસ્ટિકમાં લીડ, નિકલ, આરસેનિક અને કોપર જેવી ધાતુઓનો ઉપયોગ થાય છે. શોધમાં આ ધાતુઓની તપાસ કરવામાં આવી જે પોતાનો વૈજ્ઞાનિક ગુણ લિપસ્ટિકની સાથે સાથે ત્વચા પર છોડી જાય છે.
જે પણ લિપસ્ટિકની તપાસ કરવામાં આવી તેમાંથી 61 ટકામાં આવા પ્રકારના કેમિકલ વધારે માત્રામાં મળી આવ્યાં છે. આરસેનિક શ્વાસ માટે ખતરનાક છે. કોપરનો વધારે પડતો પ્રયોગ કરવાથી ત્વચાના રોગોથી લઈને કેંસર પણ થઈ શકે છે.
જો તમે પણ રોજ લિપસ્ટિક યુઝ કરો છો તો આ વસ્તુ જરૂરથી ધ્યાનમાં રાખવી જોઈએ..
આપણા હોઠ ત્વચાના નાજુક પડથી ઢંકાયેલા હોય છે. તેથી તેમા વધારે પડતો ભેજ રહેતો નથી અને ઘણી વાર તે પડ શુષ્ક બની કેટલીક જગ્યાથી ઉખડી જાય છે પરંતુ તેમ છતાં મહિલાઓ ખરબચડા હોઠ પર લિપસ્ટિક લગાડતી હોય છે અને તે હાસ્યાસ્પદ સિદ્ધ થાય છે. આવું ન થાય તે માટે મહિલાઓએ લિપ સ્ક્રબ કે પછી બેબી ટૂથબ્રશનો ઉપયોગ કરી હોઠની મૃત ત્વચા કાઢી લેવી જોઈએ જો કે આવું કરતી પહેલાં તેના પર લીપ બામ કે પછી મોઈશ્ચરાઈઝર જરૂરથી લગાડવું જોઈએ.
જો તમે તમારા હોઠને નિયમિત મોઈશ્ચરાઈઝ ન કરો તો તમારા હોઠ લિપસ્ટિક લગાડયા પછી પણ સાવ સૂકા લાગશે. જો કે હાલ ઘણી મોઈશ્ચરાઈઝરથી ભરપૂર લિપસ્ટિક માર્કેટમાં ઉપલબ્ધ છે તેમ છતાં તમે રાત્રે સૂતા પહેલા લીપ બામ, કોપરેલ તેલ, વાઈટ બટર કે પછી લીપ સ્લીપીંગ માસ્ક લગાડી શકો છો. તેનાથી તમારા હોઠ મોઈશ્ચરાઈઝ અને સુવાળા બનશે.
શું તમે લિપસ્ટિક લગાડતી પહેલા લીપલાઈનર નથી વાપરતા તેનાથી તમારી લિપસ્ટિક ફેલાઈ જવાનો કે આડીઅવળી લાગવાનો ડર રહે છે તેમ ન થાય તે માટે તમારા લીપના આકારને અનુરૂપ બોર્ડર લાઈન દોરી લઈને તે મુજબ જ લિપસ્ટિક લગાડો. તે સિવાય આ લાઈનનો રંગ તમારા લિપસ્ટિકના રંગથી થોડો ઘેરો હોય તેનું પણ ધ્યાન રાખો. જો તમારે તમારા હોઠ મોટા દર્શાવવા હોય તો તમે ન્યુડ રંગ પણ વાપરી શકો છો. પરંતુ લિપલાઈનરનો રંગ લિપસ્ટીકને મેલ ખાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું.
તમને વારંવાર હોઠને દાંતથી ચાવવાની આદત હોય કે જીભ લગાડવાની આદત હોય તો તે ટાળો. કારણ ઘણીવાર આપણે લોકોના દાંત પર લીપસ્ટીક લાગેલી જોતા હોઈએ છીએ તેવું ન થાય તે માટે હોઠ પર મર્યાદિત પ્રમાણના લિપસ્ટિક લગાડો અને બાકીની લિપસ્ટિકને ટીશ્યુ પેપરથી લૂછી નાંખો જેથી તમારી આ સમસ્યા હળવી થઈ જશે.લિપસ્ટિક લગાવ્યા પહેલા એક રાત તેને ફ્રીજમાં મૂકી રાખો તેનાથી લિપસ્ટિક તમારા હોઠ પર લાંબા સમય સુધી રહેશે.
શું તમને પણ લિપસ્ટિક હોઠ પર લગાડયા પછી હોઠને એકબીજા સાથે ઘસવાની આદત છે તો તે ટાળજો. ખાસ કરીને લીક્વીડ લિપસ્ટિકમાં આ જ કારણથી તમારી લિપસ્ટિક ફેલાઈ જતી હોય છે. જો તમારે વધારાની લિપસ્ટિક દૂર કરવી હોય તો તે માટે ટીશ્યૂ પેપરની કે રૂમાલની મદદ લો પરંતુ બે હોઠ એકબીજા સાથે ઘસો નહીં. તો બસ લિપસ્ટિક લગાડતી વખતે આટલી ભૂલોથી બચો અને યોગ્ય રીતે લિપસ્ટિક લગાડીને મેળવો આકર્ષક મનમોહક લીપ્સ.