ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કતારમાં થઇ રહ્યું છે. આ દરમિયાન ઘણા ફૂટબોલ પ્રેમી કતાર પહોંચી રહ્યા છે. આ વચ્ચે કતારમાં ચોખ્ખા શબ્દમાં કહેવામાં આવ્યું છે કે, વિદેશી મહેમાનોએ આ દેશના કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું પડશે નહીં તો સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. કતાર પોલીસે જણાવ્યું હતું કે, સિંગલ્સ સેક્સ કરતા ઝડપાઇ જાય છે, તો 7 વર્ષ સુધી જેલની સજા થઇ શકે છે. આ સિવાય કતાર સરકાર દ્વારા બીજા પણ કડક કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. જે કાયદાનું પાલન કરવું પર્યટકો માટે મુશ્કેલભર્યું કામ હોઈ શકે છે.
કતારમાં ઇસ્લામિક શરિયા કાયદો અમલમાં છે. જે મુજબ સિંગલ્સ એકબીજા સાથે સેક્સ કરે છે તો તે મોટો ગુનો છે. આ સાથે સમલૈંગિકતા માટે પણ સજાની જોગવાઈ છે. ‘ડેઈલી સ્ટાર’ના રિપોર્ટ અનુસાર, કતાર પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આવા ગુનાઓ માટે વિદેશી નાગરિકોને 7 વર્ષની જેલ પણ થઈ શકે છે. પતિ-પત્ની સિવાયના કપલ સહમતિથી પણ સેક્સ કરે છે તો પણ ગુનો ગણવામાં આવશે.
કતારમાં ફૂટબોલ મેચ બાદ પાર્ટી કરવી અને દારૂ પીવા પર પ્રતિબંધ રહેશે.
આ સાથે જ બે સ્ત્રી-પુરૂષની અટક સરખી ન હોય તો હોટેલમાં એક રૂમ આપવામાં નહિ આવે. એક રૂમ માટે કપલે સાબિત કરવું પડશે કે, તે પતિ-પત્ની છે. ફિફા વર્લ્ડ કપના મુખ્ય અધિકારી નાસિરે જણાવ્યું હતું કે, ‘ખુલ્લામાં રોમાન્સ કરવાો એ કતારની સંસ્કૃતિનો ભાગ નથી, તેથી અમે વિદેશી મહેમાનોને અહીં આવવાની મંજૂરી આપી શકીએ નહીં. આ સાથે એમ પણ કહ્યું હતું કે, વર્લ્ડ કપ જોવા આવતા ફૂટબોલ પ્રેમીઓની સલામતી તેની પ્રથમ ચિંતા છે.’
કતાર એકમાત્ર એવો દેશ નથી જ્યાં આ પ્રકારના કડક નિયમો છે. મોટાભાગના અરબ દેશોમાં સારિયા કાયદા હેઠળ આ પ્રકારના નિયમો સામાન્ય છે. લગ્ન પહેલા અને જીવનસાથી સિવાય અન્ય કોઈ વ્યક્તિ સાથે સેક્સ કરવું એ એક મોટો ગુનો માનવામાં આવે છે. આ માટે મધ્ય પૂર્વના અલગ અલગ દેશોમાં જેલ અને મોત સુધીની સજા આપવામાં ફટકારવામાં આવે છે.