આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ ઘણી વાનગીઓમાં કરવામાં આવતો હોય છે. પરંતુ તેનો ગેરફાયદો પણ છે. ‘સેલ મેટાબોલિઝમ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં સામે આવ્યું કે આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરવાથી ભૂખ વધે છે. સિડની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં સામે આવ્યું કે આર્ટિફિશિયલ સ્વીટનર્સનું સેવન કરવાથી માણસને વધારે ભૂખ લાગે છે. આ રિસર્ચમાં એવી મગજની નવી પ્રણાલીને શોધવામાં આવી ,કે જે આર્ટિફિશિયલ સ્વીટનર્સનાં સેવનથી સક્રિય થાય છે.
રિસર્ચમાં સામેલ પ્રોફેસર ગ્રેગ દ્વારા જણાવવામાં આવ્યું કે , આર્ટિફિશિયલ સ્વીટનર્સથી શરીરની રિઅલ ન્યૂટ્રિટલ શુગર લેવલમાં વધારો થાય છે. તેને લીધે વઘુ ભૂખ લાગે છે. આ રિસર્ચમાં પુરવાર થયું છે કે, આર્ટિફિશિયલ સ્વીટનર્સનું સેવન કરવાથી માણસ 30% વધારે કેલરીવાળો ખોરાક ખાય છે. આ રિસર્ચમાં એમ પણ પુરવાર થયું છે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સનું સેવન કરવાથી અનિદ્રા બીમારીનું જોખમ વધે છે.