ફુદીનો ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. આમાં ઘણા બધા ઔષધીય ગુણો જોવા મળે છે જે ઘણી સ્વાસ્થ સબંધિત સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે. ગરમીની ઋતુમાં દરેક ઘરમાં આનો ઉપયોગ ખાટી વસ્તુઓ અને ચા બનાવવામાં કરવામાં આવે છે. ભોજનનો સ્વાદ વધારવવાની સાથે જ આ શરીરમાં દવાની જેમ કામ કરે છે.આનો ઉપયોગ કરવાથી ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
આજે અમે તમને જણાવીશું ફુદીનો ખાવાથી શરીરને થતા ફાયદા વિશે.
પેટના દુખાવાથી રાહત:
ફુદીનો પેટની સમસ્યાઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. જયારે કોઈનું પેટ સારી રીતે સાફ ના થયું હોય ત્યારે અને પેટમાં દુખાવો થતો હોય ત્યારે ફુદીનો દવા સ્વરૂપે કામ કરે છે. જેના માટે ફુદીનાને પીસી પાણીમાં મેળવીને અને તેને ગાળીને તે પાણી પીવું જોઈએ. જેનાથી તમારી પાચનશક્તિ વધશે અને પેટમાં થતા દુખાવાથી પણ રાહત મળશે.
ગરમીથી અપાવે છુટકારો:
ફુદીનાનો ઉપયોગ ખાસ કરીને ગરમીમાં શેરડીના રસમાં, કેરીનું અથાણું બનાવવામાં અને ભોજનમાં કરવામાં આવે છે જેથી શરીરમાં ગરમી ઓછી થઇ જાય છે.સાથે જ આનાથી ગભરામણ અને ઉલટી જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળી જાય છે.
મોઢામાંથી આવતી દુર્ગંધ કરે દુર:
અમુક વાર બ્રશ કર્યા બાદ પણ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. આ દુર્ગંધને દુર કરવા માટે તમારે ફુદીનાની પત્તીઓને ચાવવી જોઈએ.આના સિવાય તમે ફુદીનાને સુકવી તેનું ચૂરણ બનાવીને પણ આનો ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી તમારા દાંત પણ ખુબ મજબુત બની જશે.
હાડકા બને મજબુત:
ફુદીનો શરીરના હાડકાને મજબુત કરે છે. આમાં મેગ્નેશિયમના તત્વો જોવા મળે છે જે હાડકા માટે ખુબ જ જરૂરી હોય છે.સાથે જ ફુદીનાનું સેવન કરવાથી શરીરર્તિ માત્રામાં ફાયબર પણ મળી રહે છે. જેથી કોલેસ્ટ્રોલનું સ્ટાર યોગ્ય સ્તર પણ જળવાઈ રહે છે.
વજન ઘટાડે:
ફૂદીનામાં રહેલા ઔષધીય તત્વો શરીરમાં રહેલી ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. જેથી ફુદીનાનું સેવન કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળી રહે છે.