તમે હૈદરાબાદી બિરિયાની તો ખાધી જ હશે. પરંતુ શું તમે જાણો છો અહીની પાલકની પણ એક પ્રખ્યાત સબ્જી છે.પાલકની અનેક વસ્તુઓ બની શકે છે, પરંતુ અહીં મળતા પાલકનાં સાલનની તો વાત જ કંઇક અલગ જ છે. જો તમે પાલક ખાઈ-ખાઈને ધરાઈ ચુક્યા છો,તો આજે અમે આપને તેનું હૈદરાબાદી સાલન બનાવતા શીખવાડીશું કે જે ખૂબ ટેસ્ટી હોય છે. તો આવો અમે તમને જણાવીએ સ્પે. હેદરાબાદી પાલકનું સાલન બનાવવાની સરળ રીત.
જરૂરી સામગ્રી:
- પાલક – ૧ કિલો
- ડુંગળી (ઝીણી સમારેલી) – ૨
- આદુનું અને લસણ પેસ્ટ – ૨ ચમચી
- લાલ મરચું પાવડર – ૧ ચમચી
- હળદર પાવડર – ૧/૪ ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- તેલ – ૫ ચમચી
- લીલા મરચા – ૨-૩
- કોથમીર (ઝીણી સમારેલી)
બનાવવાની રીત:
સૌપ્રથમ તો પાલકને ધોઈને ઝીણી સમારી લો અને ત્યારબાદ ગાળીને મૂકી રાખો.
હવે એક મોટા તોહરમાં તેલ નાંખી અને ત્યારબાદ તેમાં ડુંગળી નાખો આ પછી તેમાં આદુ- લસણની પેસ્ટ મેળવી ૧ મિનિટ સુધી નવશેકું થાય ત્યાં સુધી હલાવતા રહો.
આ પછી સમારેલી પાલક, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને લીલા મરચા નાંખો.
હવે તેમાં મીઠું નાંખી આંચને બે સેકન્ડ માટે તેજ કરી દો અને પછી આંચ ધીમી કરી ઢાંકી દો. તેને આમ જ ૧૫-૨૦ મિનિટ માટે છોડી દો.
જ્યાં સુધી પાલકમાંથી પાણી સુકાઈ જાય ત્યાં સુધી પકાવો કે એટલેકે જ્યાં સુધી તેલ છુટું ન પડવા લાગે.
પછી તેને ૫ મિનિટ માટે હલાવો અને પછી કોથમીરથી ગાર્નિશ કરો.
લો તૈયાર છે સ્પે. હેદરાબાદી પાલક સામનની સબ્જી.