લોકો સ્માર્ટફોનની સ્પીડને લઇને અવાર-નવાર પરેશાન રહે છે. હમેશા લોકોની ફરિયાદ રહેતી હોય છે કે મોબાઇલમા નેટની સ્પીડ આવટી નથી. જેનાથી દરરોજનુ કામ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવામાં ખૂબ જ જરૂરી છે કે અમુક સરળ ટીપ્સને અપનાવીને પોતાની ઈન્ટરનેટની સ્પીડ વધારી શકાય અને ફોન પર આકર્ષક ઈન્ટરનેટ સ્પીડની મજા માણી શકાય.
Cache ફૂલ થયા બાદ એન્ડ્રોઈડ ફોન સ્લો થાય છે, જેનાથી ઈન્ટરનેટની સ્પીડ પ્રભાવિત થાય છે. તેથી સમય પ્રમાણે Cache ક્લિયર કરો. જેનાથી તમારા મોબાઈલની ઈન્ટરનેટની સ્પીડ વધી જશે.
ફોનની સેટીંગમાં જાઓ જુઓ કે ત્યાં નેટવર્ક સેટિંગના ઑપ્શનમાં પ્રેફર્ડ નેટવર્ક ટાઈપ ઑફ નેટવર્કમાં 4જી અથવા એલટીઈ છે કે નહીં. જો ના હોય તો તેમાંથી એક ઓપ્શનને પસંદ કરો.
ફોન રીસ્ટાર્ટ કરો. ફોન રીસ્ટાર્ટ થવાથી મોબાઈલ networkને ફરીથી સર્ચ કરે છે, જેનાથી ડેટા સ્પીડ વધી જાય છે અથવા તમે ડેટાને એક વખત બંધ કરીને ફરીથી ખોલી શકો છો.
યુઝર્સ ઘણી વખત ભૂલમાંથી સ્માર્ટફોનમાં ઑટો ડાઉનલોડ ફીચરને ઇનેબલ કરી દે છે, જેના કારણે બેકગ્રાઉન્ડમાં એપ્સ અપડેટ થતા રહે છે અને મળતો ડેટા પણ તાત્કાલિક પૂર્ણ થાય છે. આ ઉપરાંત તમારે સ્લો ઈન્ટરનેટની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. ઑટો ડાઉનલોડ ચેક કરવા માટે ગુગલ પ્લે સ્ટોર પર જાઓ. જો ઑટો અપડેટ ફીચર ઇનેબલ છે તો તેને ડિસેબલ કરી નાખો. એપ અને સૉફ્ટવેર અપડેટ માટે વાઈફાઈનો ઉપયોગ કરો.