નાહવાની ક્રિયાને અંઘોળ પણ કહે છે. જેમાં શરીરની શુદ્ધિ સૌથી અગત્યનો લાભ છે. આ સ્નાન પ્રક્રિયા પૂજાપાઠ, યજ્ઞ કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં સોળ સંસ્કારોમાંથી અગ્રેસર છે. પાણીથી શરીરને શુદ્ધ કરીને દિવસના નિત્યક્રમનો પ્રારંભ કરવો ખૂબ જ લાભાદયી છે. આજના દોડતા યુગમાં શરીર કથળી જવાના અને અવારનવાર આરોગ્ય બગડવાના કિસ્સાઓ સામાન્ય થતા જાય છે. સ્નાન ક્રિયાનું આપણાં ધાર્મિક શાસ્ત્રોમાં જેટલું મહત્વ છે, એટલું જ એ સામાજિક, પારિવારિક દ્રષ્ટિકોણથી સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. સ્નાન કરીને શરીર અને ત્વચા ચોખ્ખી થાય છે. શરીર સ્વચ્છ થવાથી નિરોગી રહે છે અને રાત આખી સૂતા પછીની સૂસ્તી તુરંત ઉડાડીને તાજગી આપે છે. તો આજે અમે તમને દહી સ્નાન વિશે જાણકારી આપીશું.
દહીં સ્નાન શું છે:
લાલ કિતાબના જ્યોતિષ હમેશા દહી સ્નાન કરવાની સલાહ આપે છે. શા માટે કરીએ છે દહીં સ્નાન અને તે શું છે અને તેના લાભ. દહીં સ્નાન- લાલ કિતાબ મુજબ જો શુક્ર પ્રથમ, પાંચમા, આઠમા અને દસમા ભાવમાં હોય તો ગણાય છે કે શુક્ર ધીમુ છે. ધીમું શુક્ર બધા પ્રકાએઅની સુખ અને સુવિધાઓને નાશ કરી નાખે છે. પત્નીથી સંબંધ ઠીક નહી રહે છે. શુક્રની સાથે રાહુ કે મંગળ છે તો પણ શુક્ર ધીમો થઈ જાય છે.
ક્યારે કરવું દહીં સ્નાન:
જાતકને દર શુક્રવારે સારી રીતે દહીંથી સ્નાન કરવું જોઈએ. દહીંથી બધા છિદ્રને સાફ કરવું જોઈએ. સ્નાન કરવા માટે લાકડીના પટિયા પર બેસવું. શુક્રવારનું વ્રત રાખો અને આ દિવસે ખાટુ ન ખાવું.
દહીં સ્નાન કરવાના ફાયદા:
1. દહીં સ્નાન કરવાથી ધીમો શુક્ર ઉત્તમ ફળ આપશે.
2. ત્વચા રોગ સમાપ્ત થઈ જાય છે. સૂકી ત્વચા નરમ બની જાય છે.
3. દહીંમાં ઈત્ર નાખીને નહાવવાથી તમારી સંપત્તિમાં વધારો થશે.
4. આવું માનવું છે કે ગુપ્તાંગ પર દહીં લગાવીને સ્નાન કરવાથી ગુપ્ત રોગ સમાપ્ત થઈ જાય છે.
5. દહીં સ્નાન કરવાથી જાતકને પત્ની સુખ અને વૈભવ પ્રાપ્ત કરે છે.