કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. છેલ્લા 24 કલાકમાં નવા 326 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 4721 થયા છે.
24 કલાકમાં 326 કોરોનાના કેસ નોંધાયા
રાજ્યમાં કુલ 4721 કોરોનાના કસે
22 લોકોના મોત, 83 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 326 નવા પોઝિટિવ કેસ અને 22 દર્દીના મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક 236 થયો છે અને અત્યાર સુધીમાં કુલ 4,721 કેસ નોંધાયા છે. તેમજ 123 દર્દી સાજા થતાં અત્યાર સુધીમાં 736 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં 267, સુરતમાં 26, વડોદરામાં 19, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3, બોટાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં 1-1 પોઝિટિવ કેસ
અમદાવાદમાં 16, વડોદરામાં 5 અને સુરતમાં 1 મોત મળીને કુલ 22ના મોત
22 મોતમાંથી 10ના કોરોનાને કારણે અને 12ના અન્ય બિમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મોત
123 દર્દી સાજા થતા અત્યાર સુધીમાં 736 દર્દીને રજા આપી
આમ રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ મોત થયા છે, જ્યારે સતત ત્રીજા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા 29 એપ્રિલે 308 અને 30 એપ્રિલે 313 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 19 એપ્રિલે પણ 367 દર્દી સામે આવ્યા હતા. આમ રાજ્યમાં કુલ 4 વાર 300થી વધુ કોરોનાાના દર્દી નોંધાયા છે.