કોરોના વાઇરસનો ખતરો ઘટવાનું નામ લેતો નથી. દુનિયાભરમાં ફેલાઇ ચુકેલો આ વાઇરસ ભારતમાં પણ ઝડપથી વધતો જાય છે. સંપૂર્ણ દેશમાં અત્યારે લોકડાઉનની સ્થિતિ છે, પરંતુ જે લોકો એકલા રહે છે તેઓ બહારથી ખાવાનુ મંગાવે છે. બહારના ફુડથી ઇન્ફેક્શનનો કેટલો ખતરો રહે છે તે જાણવા જેવુ છે.
રિપોર્ટ્સની વાત માનીએ તો હજુ સુધી એવો કોઇ કેસ સામે આવ્યો નથી જેમાં કોરોના સંક્રમણ ખાવાના લીધે ફેલાયું હોય, પરંતુ બહારના ખાવા કરતા ઘરનું ખાવાનું અત્યારે વધુ સુરક્ષિત રહેશે. ટેક અવે અને ફુડ ડિલીવરીમાં ખાવાનુ પેક એક કે બીજા હાથમાં જાય છે જેના કારણે ઇન્ફેક્શન ફેલાય છે.
એક્સપર્ટની વાત માનીએ તો બહારની દુકાન જવા કરતા હોમ ડિલીવરી સારી છે, કેમકે બહાર જાવ ત્યારે તમે કેટલાય લોકોના સંપર્કમાં આવો છો. આ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ વધુ મહત્ત્વપુર્ણ છે.
હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો કેશની લેણદેણથી પણ બચો. બિલ તપાસો ત્યારે પણ તમે કેટલાય લોકોના સંપર્કમા આવો છો. જે ખતરનાક સાબિત થઇ શકે છે.
આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન
હોમ ડિલીવરી કરનારાની પ્લાસ્ટિક બેગ એક વારથી વધુ ન વાપરો.બહારથી કોઇ સામાન મંગાવો તો તેને એક વાર સ્પ્રે કરી લો.હોમ ડિલિવરી લેતી વખતે હાથમાં ગ્લોવ્ઝ પહેરો.ફળ કે શાકભાજી મંગાવતા હોય તો તેને સારી રીતે સાફ કર્યા બાદ જ ઉપયોગમાં લો.