નાનપણથી જ સુપરહીરોની ફિલ્મ જોઇને મોટા થઈએ તો એ વાત ખુબ સ્વાભાવિક છે કે આપણે પણ તેની જેમ ઉડવાની, દુનિયા સામે લડવાની, મોટા મોટા હથિયારો અને ટેકનીકલી મજબુત થવાના સ્વપન જોયા જ હશે.
જો કે હવે આ સપનું સાકાર કરવું આસાન છે, કેમકે લંડનમાં એક વ્યક્તિએ આ સ્યુટ બનાવ્યો છે. રીચાર્ડ નામના વ્યક્તિએ આ સ્યુટ ખાસ તૈયાર કર્યો છે. જે આર્યન મેનના કેરેકટર રોબર્ટ જુનિયર જેવો જ છે.
સ્યુટ વિષે વાત કરતા રીચાર્ડએ જણાવ્યું હતું કે, “૩.6 કિલોમીટર ઉંચે સુધી આ સ્યુટ સાથે ઉડી શકાય છે અને તે 50 કિમી પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે. ત્રણ થી ચાર મિનીટ સુધી આરામથી ઉડી શકાય છે. જો કે ઠંડીના દિવસોમાં વધીને નવ મિનીટનો સમય પણ થઇ શકે છે.”
પબ્લિકમાં ડેમો આપતા રીચાર્ડએ જણાવ્યું કે, “આ સ્યુટ કોઈ પણ પ્રકારનો અવાજ કરતો નથી અને ખુબ ધીરજથી ઉડે છે.”
જો કે આ પ્રકારની ટેકનોલોજી સસ્તી તો હોય નહિ. આ સ્યુટનો ભાવ માત્ર 340,૦૦૦ પાઉન્ડ છે. તેમાં નાના-નાના પાંચ જેટ એન્જીન છે જે પહેરનારની બેક સાઈડ અને આર્મ સાઈડ આવે છે. આ સિવાય ઈલેક્ટ્રોનિકસ અને ફયુલનો વજન પણ આવે છે.
જો તમારી પાસે અધધ 340,૦૦૦ પાઉન્ડ હોય તો તમે આ સ્યુટનો માલિક ચોક્કસથી બની શકો છો.