ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા શાઓમી એ તેના વપરાશકર્તાઓની સુવિધા માટે નવી સેવા મી કોમર્સ શરૂ કરી છે. આ નવી સર્વિસ અંતર્ગત ગ્રાહકો ઘરે બેઠાં વોટ્સએપ દ્વારા નજીકનાં રિટેલ સ્ટોરમાંથી ઓર્ડર આપી શકશે. કંપની માટે આ કરવાનો હેતુ સામાજિક અંતરને અનુસરવાનો છે. કંપનીએ તેના મી કમ્યુનિટી પેજ પર કહ્યું કે આ નવી સર્વિસ દ્વારા શાઓમી ઉત્પાદનોને સ્થાનિક સ્ટોર્સ પર વેચવાનું સરળ બનશે અને ગ્રાહકોને ઘરે પણ ડિલિવરી મળશે.
શાઓમીએ કોમ્યૂનિટી પેજ પર એક વ્હોટ્સએપ નંબર 8861826286 જાહેર કર્યો છે. આ શાઓમીનો બિઝનેસ વોટ્સએપ નંબર છે, જેના પર તમે મેસેજ કરીને કોઈ પ્રોડક્ટ વિશેની માહિતી મેળવી શકો છો.વોટ્સએપ સિવાય તમે www.local.mi.com પર પણ પ્રોડક્ટ વિશેની માહિતી મેળવી શકો છો જણાવી દઈએ કે નવી સેવા હેઠળ તમે કોઈપણ ઉત્પાદન ખરીદી શકો છો.
પછી જ્યારે ગ્રાહકો કોઈપણ માલનો ઓર્ડર આપે છે, ત્યારે તેઓ કોલ દ્વારા ઓર્ડર અને ડિલિવરી સમય વિશે પુષ્ટિ કરશે.કંપનીએ કહ્યું કે ગ્રાહકોએ પ્રોડક્ટ ડિલિવરી સમયે ચૂકવણી કરવી પડશે અને આ પ્રક્રિયા સંપૂર્ણ સલામત રહેશે અને એવો દાવો કરવામાં આવે છે કે પ્રોડક્ટ ડિલિવરી દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવશે.
આ બંને રીતથી ગ્રાહકોને ઝડપી ડિલિવરી મળશે અને તેઓ તેમના નજીકના શાઓમી સ્ટોર પર પણ ઉત્પાદન વિશેની માહિતી મેળવી શકશે.