આ નવી સુવિધાની જાહેરાતમાં એલોન મસ્કએ કહ્યું કે વીડિયો કે ઓડિયો કોલ માટે મોબાઈલ નંબરની જરૂર રહેશે નહીં.
Twitter નવું ફીચરઃ જો તમે ટ્વિટર એટલે કે X યુઝર છો તો તમારા માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તમે X પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર) પરથી વિડિયો અને ઑડિયો કૉલ્સ કરી શકશો. એક્સ ચીફ એલોન મસ્કે ગુરુવારે આ નવા ફીચરની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે વીડિયો કે ઓડિયો કોલ માટે પણ મોબાઈલ નંબરની જરૂર નહીં પડે. મસ્કએ X પર આ વિશે એક પોસ્ટ શેર કરી છે. મસ્કની આ જાહેરાત પછી એ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે શું Jio, Airtel કે Vi જેવી ટેલિકોમ કંપનીઓ માટે કોઈ પડકાર ઉભો થવાનો છે.