ફેસબુકની માલિકી ધરાવતા વ્હોટ્સએપએ જાહેરાત કરી છે કે તે હવે તેના એનિમેટેડ સ્ટીકર્સ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવી દીધા છે. તેવામાં હવે યુઝર્સ સરળતાથી સીધા મેસેજિંગ પ્લેટફોર્મના માધ્યમથી બીજા યુઝર્સને એનિમેટેડ સ્ટીકર્સ મોકલી શકે છે
એનિમેટેડ સ્ટિકર્સ હવે આ એપ સ્ટીકર સ્ટોરમાં રેગ્યુલક સ્ટીકરની સાથે જ જોવા મળશે. એડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ હવે એનિમેટેડ સ્ટીકર્સનો ઉપયોગ કરી શકે છે.
હાલ તો તેમાં પાંચ એનિમેટેડ સ્ટીકર્સ, Playful Piyomaru, Rico’s Sweet Life, Moody Foodies, Chummy Chum Chums અને Bright Days હાજર છે. આ એનીમેટેડ સ્ટીકર્સ સપોર્ટ વ્હોટ્સએપ વેબ માટે પણ જાહેર કરવામાં આવ્યાં છે.
વ્હોટ્સએપ દ્વારા એનીમેટેડ સ્ટીકર્સ જાહેર કરવામાં આવ્યાની જાણકારી ટ્વિટર ઉપર દેવામાં આવી છે. સ્ટીકર્સનો ઉપયોગ કરવા માટે એંડ્રોઈડ એપમાં અપડેટેડ વર્ઝન v2.20194.16 અને આઈઓએસમાં એપનું અપડેટેડ વર્ઝન v2.20.70 હોવું જરૂરી છે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, એનીમેટેડ સ્ટીકર્સ લુપમાં નહી ચાલે. યુઝર્સને સ્ટીકર્સનો રિપ્લે કરવા માટે ચેટને અપડાઉન કરવો પડશે.