WhatsApp વિશ્વભરમાં લગભગ 2 અબજ લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરે છે. ચેટીંગની સાથે સાથે વોટ્સએપ યુઝર્સને એક જ પ્લેટફોર્મમાં અન્ય ઘણી સુવિધાઓ પણ આપે છે, જેના કારણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અન્ય એપ્સ કરતા વધુ રિસ્પોન્સ મળે છે. કંપની તેના લાખો યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતી રહે છે. હવે WhatsApp 3 નવા ફીચર્સ લાવવા જઈ રહ્યું છે.
કંપનીના અપડેટ્સ પર નજર રાખતી લોકપ્રિય વેબસાઈટ Wabetinfo દ્વારા WhatsApp પર આવનારા ફીચર્સ વિશે માહિતી આપવામાં આવી છે. આગામી ત્રણ નવા ફીચર્સમાં ચેનલ્સ માટે ચેતવણી ફીચર, નેવિગેશન લેવલ અને મેસેજ સેક્શનમાં જુના મેસેજ શોધવા માટે ડેટ દ્વારા મેસેજ સર્ચ કરવાની સુવિધાનો સમાવેશ થાય છે.
આ લોકો માટે નવી સુવિધાઓ રજૂ કરવામાં આવી છે
વોટ્સએપે હાલમાં ત્રણેય ફીચર્સ બીટા યુઝર્સ માટે રજૂ કર્યા છે. આનો અર્થ એ છે કે તેમનું પરીક્ષણ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તે બધા વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવશે. આ તમામ ફીચર્સ સાથે યુઝર્સને સોશિયલ મીડિયા પર એક નવો અનુભવ મળવા જઈ રહ્યો છે. જો તમે અત્યારે આ ફિચર્સનો આનંદ લેવા માંગતા હોવ તો તમે WhatsAppના બીટા વર્ઝનનો ઉપયોગ કરી શકો છો.
આવનારા ફીચરમાં હવે વોટ્સએપ ચેનલના માલિકને પણ કોઈપણ એલર્ટ વિશે માહિતી મળશે. જો તમે ચેનલ બનાવી છે અને ચેનલ પર કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન થશે તો માલિકને એલર્ટ મળશે. આ માટે યુઝર્સને ચેનલમાં એક એલર્ટ સેક્શન આપવામાં આવશે.
વપરાશકર્તાઓને સ્ક્રીનને નીચેની તરફ સ્ક્રોલ કરીને નેવિગેશન લેબલ્સને આપમેળે છુપાવવાની સુવિધા મળશે. આની સાથે જ યુઝર્સને મેસેજ સેક્શનમાં સૌથી મહત્વપૂર્ણ ફીચર્સ મળવા જઈ રહ્યા છે. હવે યૂઝર્સ તારીખ પસંદ કરીને તેમના વર્ષો જૂના મેસેજ સર્ચ કરી શકશે.