ઘણાં લોકોને ફોન પર પ્રોપર્ટી, ક્યારે બેંકિંગ તો ક્યારે ફ્રોડના મેસેજ આવતા રહે છે, પરંતુ હવે ટ્રાઈએ એક નવી પહેલની શરૂઆત કરી છે, જે હેઠળ તમે જાણી શકશો કે આખરે કોણ તમને આવા મેસેજ મોકલે છે અને જો તમે આવા એસએમએસથી પરેશાન છો અને તેની સામે એક્શન લેવા માંગો છો તો આ પ્રોસેસ વધુ સરળ થવાની છે. ટ્રાઈએ તમામ ટેલિમાર્કેટિંગ કંપનીઓનો ડેટા પોતાની વેબસાઈટ પર નાખી દીધો છે.
ટ્રાઈની આ પહેલથી તમે સરળતાથી સમજી શકશો કે કઈ કંપનીએ તમને એસએમએસ મોકલ્યો છે. આ સિવાય મેસેજ કરનાર સામે તરત એક્શન પણ લેવામાં આવશે. હકીકતમાં ટ્રાઈએ તમામ ટેલિમાર્કેટિંગ કંપનીઓએને પોતાની વેબસાઈટ પર રજિસ્ટર કરી દીધી છે અને તમામ કંપનીએને એક કોડ આપી દીધો છે.
જેથી જે ટેલિમાર્કેટિંગ કંપનીઓ તમને એસએમએસ કરશે તેને આ કોડની મદદથી સરળતાથી ઓળખી શકાશે. લગભગ 35000 ટેલિમાર્કેટિંગ રજિસ્ટર કરવામાં આવી છે.
ગ્રાહકોને કામ વિનાના કોલ્સ અને SMSથી બચાવવા માટે ટ્રાઈએ ડૂ નોટ ડિસ્ટર્બ રજિસ્ટર બનાવ્યું છે. આમાં રજિસ્ટર થનારા ગ્રાહકોને કામ વિનાના કોલ્સ અને SMS આવતા નથી, પરંતુ તેમ છતાં ફ્રોડર્સ અલગ અલગ આઈડી અને SMS કરીને ફ્રોડ કરવાની કોશિશ કરે છે. જેથી હવે આ નવી સિસ્ટમથી એવી આશા છે કે આવા ફ્રોડ પર લગામ લગાવી શકાશે.