300cc એન્જિન સાથે આવે છે શ્રેષ્ઠ માઇલેજ બાઇકઃ આજે અમે તમારા માટે 300cc એન્જિનમાં આવતી બાઇક્સની યાદી લાવ્યા છીએ. TVS Apache RTR 200 4V મોટરસાઇકલની કિંમત 1.36 લાખ રૂપિયાથી 1.41 લાખ રૂપિયા સુધીની છે. તેમાં 200cc ઓઇલ કૂલ્ડ એન્જિન મળે છે. જે 21 bhpનો પાવર જનરેટ કરે છે.તેનું એન્જિન પાંચ સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.આ બાઇકમાં 3 રાઇડ મોડ ઉપલબ્ધ છે.
ભારતીય બજારમાં એકથી વધુ દમદાર માઈલેજ ધરાવતી બાઈક છે. જે પણ વ્યક્તિ પોતાના માટે નવી બાઇક ખરીદવા જાય છે, તે પહેલા બાઇકની માઇલેજ વિશે જાણવાનો પ્રયાસ કરે છે. આજે અમે તમારા માટે 300ccમાં આવનારી બાઇકનું લિસ્ટ લાવ્યા છીએ. ચાલો જોઈએ કે તેની કિંમત કેટલી છે અને તેનું એન્જિન કેટલું પાવરફુલ છે.
Kawasaki Ninja 300
ભારતીય બજારમાં Kawasaki Ninja 300ની કિંમત 3.24 લાખ રૂપિયા છે. તે 296 cc સમાંતર-ટ્વીન એન્જિન દ્વારા સંચાલિત છે જે 39 bhp અને 26.1 Nm ટોર્ક જનરેટ કરે છે. તમને જણાવી દઈએ કે, એન્જિનને 6-સ્પીડ ગિયરબોક્સ સાથે આસિસ્ટ અને સ્લિપર ક્લચ સાથે જોડવામાં આવ્યું છે. તે 30 કિમી/લીટરની માઈલેજ આપે છે.
બજાજ પલ્સર F250 અને N250
બજાજ પલ્સર F250 અને N250ની ભારતીય બજારમાં કિંમત રૂ. 1.39 લાખથી રૂ. 1.41 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે . બંનેમાં 250cc ઓઇલ-કૂલ્ડ એન્જિન છે. જે 24.5 bhp/21.5 Nm પાવર આઉટપુટ આપે છે. બંને 35 કિમી/લીટરની માઈલેજ આપે છે.
યામાહા એફઝેડ 25
ભારતીય બજારમાં આ મોટરસાઇકલની કિંમત 1.39 લાખ રૂપિયાથી 1.43 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે. તે 250cc એન્જિન દ્વારા સંચાલિત છે જે 21 bhp પાવર અને 20 Nm ટોર્ક જનરેટ કરે છે. તે 50 કિમી/લીટરની માઈલેજ આપે છે.
TVS Apache RTR 200 4V
આ મોટરસાઇકલની કિંમત 1.36 લાખ રૂપિયાથી 1.41 લાખ રૂપિયા છે. તેમાં 200cc ઓઇલ કૂલ્ડ એન્જિન છે. જે 21 bhpનો પાવર જનરેટ કરે છે. તેનું એન્જિન ફાઇવ-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ બાઇકમાં 3 રાઇડ મોડ ઉપલબ્ધ છે. તે 35 કિમી/લીટરની માઈલેજ આપે છે.