થોડા સમય પહેલા જ ઘણી મોટી હસ્તીઓ ના ટ્વિટર એકાઉન્ટ હેક થયા હતા, ત્યારે પછી તે અંગે સ્પષ્ટ કરવામાં આવી હતી.માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર, આવકમાં ઘટાડો થવાને કારણે રેવેન્યૂ વધારવા માટે સબ્સ્ક્રિપ્શન મોડેલના વિકલ્પની શોધ કરી રહ્યું છે.
મળતી માહિતી મુજબ ટ્વિટરના સ્થાપક અને સીઈઓ જેક ડોર્સીએ ગુરુવારે કહ્યું કે કંપની આવક વધારવા માટે સબ્સ્ક્રિપ્શન મોડેલ પર વિચાર કરી રહી છે. કારણ કે, ટ્વિટરની આવકનો મુખ્ય સ્રોત જાહેરાત છે અને તેમાં થોડા સમયથી ઘટાડો નોંધાયો છે. તેથી, કંપની આવક ઉભી કરવા માટેના અન્ય વિકલ્પોની શોધ કરી રહી છે.
આ સૂચવે છે કે જેક ડોર્સીએ બીજા ક્વાર્ટરમાં આવકનાં પરિણામો જોતા, નવી વ્યૂહરચના અંગે સંકેત આપ્યા છે.વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ડેલી એક્ટિવ યુઝર્સમાં 186 મિલિયનની વૃદ્ધિ હોવા છતાં, જાહેરાતની આવકમાં ઘટાડો થયો છે.
પરંતુ કંપની કેટલા સમય સુધી આને રજૂ કરશે તે હજી જાહેર કરાયું નથી. થોડા સમય પહેલા જ ટ્વિટરે નોકરી માટે એક જાહેરાત પોસ્ટ કરી હતી. જે વાયરલ થઈ હતી. એવું જાણવા મળ્યું હતું કે ટ્વિટર સબ્સ્ક્રિપ્શન મોડેલ વિશે વિચારી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ‘ગ્રિફોન’ નામની કંપની માટે જોબ પોસ્ટ કરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા જ ટ્વિટર સાયબર એટેકની ચર્ચા થઈ હતી. જેમાં હેકરોએ વિશ્વની અનેક મોટી હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ હેક કર્યાં હતાં. તેમાં યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ, અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક જેવી વિશ્વની 130 કરતાં વધુ હસ્તીઓ શામેલ હતી. હેકરોએ હેક એકાઉન્ટ પાસેથી બિટકોઇનની માંગ કરી હતી.