દુનિયામાં સાઇબર હુમલા દિવસે -દિવસે વધી રહ્યા છે,ત્યારે થોડા દિવસે પહેલા તાજેતરમાં સોશિયલ મીડિયાના ઇતિહાસમાં સૌથી મોટો સાઇબર હુમલો થયો જેમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા, માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, એમેઝોનના સીઈઓ Jeff Bezos, અબજોપતિ અને કારોબારી અને ટેસ્લાના સીઈઓ Elon Musk સહિત દુનિયાના 130થી વધુ દિગ્ગજોના ટ્વિટર એકાઉન્ટ હેક થયા હતા.
આ હુમલામાં ઓબામા અને બિલ ગેટ્સ જેવા જાણીતા લોકોનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી લખવામાં આવ્યું કે,‘તમે અમને Bitcoin આપો અમે ડબલ કરીને આપીશું.’ આ હુમલા બાદ ટ્વિટરની ચિંતા વધી હતી. સતત, આને જલદી ઠીક કરવાની વાત કરવામાં આવી રહી છે.
આ વચ્ચે Bitcoin scam પર ટ્વિટરે ફરી સ્પષ્ટતા આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ ટ્વિટરે કહ્યું કે આ હેકિંગ માટે કંપનીના જ કોઈ કર્મચારીના ટૂલને હેકરે એક્સેસ કર્યું હતું. ટ્વિટરે આ હેકિંગની તપાસ કરવાનું શરૂ કરી દીધું છે.
હેકર્સે ટ્વિટરના ઇન્ટરનલ સિસ્ટમ સુધી પહોંચવા માટે કર્મચારીઓના ડેટાનો ઉપયોગ કર્યો. હેકર્સે ટ્વિટરના ટૂ-ફેક્ટર સિક્યોરિટી સિસ્ટમ સુધી પહોંચવા માટે પણ તેમના ડેટાનો ઉપયોગ કર્યો.’ આ સિવાય ટ્વિટરે કહ્યું કે અમને આ પ્રક્રિયા અંગે જાણ થઈ ગઈ છે. હેકર્સ પાસવર્ડ રીસેટ અને લોગઇન કરવાની સાથે-સાથે ટ્વિટ મોલકવામાં પણ સક્ષમ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ હેકર્સ દ્વારા ટ્વિટર એકાઉન્ટ્સ હેક કરવા માટે અમારું પોતાનો ‘Your Twitter Data’ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટૂલ દ્વારા એકાઉન્ટ માહિતી ડાઉનલોડ કરવામાં આવી હતી. જ્યારે વૈશ્વિક મીડિયાના અહેવાલો અનુસાર, દિગ્ગજોના ટ્વિટર એકાઉન્ટને હેક કરવું એ સ્પષ્ટપણે બિટકોઇન સ્કેમ છે.