ભારતમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે, તમામ ઓટો કંપનીઓ સીએનજી વાહનો પર હવે ફોકસ કરી રહી છે. હવે આ કડીમાં જાપાની કંપની ટોયોટાનું નામ જોડવામાં આવ્યું છે. ભારતમાં, ટોયોટાએ તેની સૌથી લોકપ્રિય ઇનોવાને સીએનજી વેરિએન્ટ્સ સાથે લોંચ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
ટોયોટાની ઇનોવા ક્રિસ્ટા હાલમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. ત્યારે હવે ટૂંક સમયમાં જ કંપની તેને CNG વેરિએન્ટ સાથે ઓફર કરવા જઈ રહી છે. આ અંગે કંપનીએ પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, ટોયોટા દ્વારા હજી લોંચની તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ કંપની જે રીતે સતત પરીક્ષણ કરી રહી છે. આ જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સીએનજી આધારિત ઈનોવા આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે.
આપને જણાવી દઇએ કે, ઇનોવાને ભારતીય બજારમાં સારી પકડ છે, વધુ સ્પેસ અને આરામદાયક લાંબી મુસાફરી માટે ઇનોવાને શ્રેષ્ઠ ગાડીઓ પૈકીની એક છે. જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે, સીએનજી ઇનોવા ક્રિસ્ટા ભારતીય બજારમાં દસ્તક આપી શકે છે.
જો કિંમત વિશે વાત કરો તો, સીએનજી ઇનોવા બજારમાં હાજર ઇનોવા કરતા થોડી મોંઘી થઈ શકે છે. પેટ્રોલ વેરિઅન્ટ ઇનોવા ક્રિસ્ટાની કિંમત આશરે 15.36 લાખ રૂપિયા છે અને ડીઝલ મોડેલની કિંમત આશરે 16.14 લાખ રૂપિયા છે. એક અંદાજ મુજબ સીએનજી ઇનોવાના ભાવ 80 હજારથી 1 લાખ રૂપિયાથી વધુ હોઈ શકે છે.
સ્પેશિયલ એડિશન ઇનોવાને ફક્ત ડીઝલ એન્જિનથી બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ વિશેષ ઇનોવા કારની આજુબાજુ લીડરશીપ બેજેસ, 17 ઇંચના નવા બ્લેક એલોય વ્હીલ્સ, રીઅર સ્પોઇલર અને સાઇડ સ્કર્ટ આપવામાં આવ્યા છે. એમપીવીમાં 360 ડિગ્રી કેમેરા, ઓટો ફોલ્ડિંગ ORVM, પુડલ લેમ્પ્સ, કીલેસ એન્ટ્રી, પુશ-સ્ટાર્ટ બટન અને ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ શામેલ છે.