દરેક માણસની દૈનિક જરૂરિયાત ઈલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ છે. મહિના ભર ઉપયોગ કર્યા પછી વીજબીલ આવતાં ઘર ખર્ચ ખોરવાઈ જતું હોય છે. ઉનાળો હોય કે શિયાળો, બંને ઋતુઓમાં આપણે ઘરમાં તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરીએ છીએ, જેની સીધી અસર આપણા મહિનાના વીજળી બિલ પર પડે છે. જો તમે પણ આવા મોંઘા વીજળીના બિલથી પરેશાન છો, તો તમારા માટે એક એવી ટ્રિક લઈને આવ્યા છીએ જેનાથી તમારું વીજળીનું બિલ વર્ષોવર્ષે ‘ઝીરો’ લાવી દેશે, પછી ભલે તમે ગમે તેટલું એસી- કુલર વાપરો કે ઈલેક્ટ્રિક મોટરો ચાલુ રાખો.
સૌથી પહેલા તો સમજી લો કે અમે કઈ ટ્રિક વિશે વાત કરી રહ્યા છીએ. એનાથી તમારું માસિક વીજ બિલ શૂન્ય થઈ જશે. જો તમારે ઘરનું વીજબીલ શૂન્ય કરવું હોય તો સોલર એનર્જીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છીએ. સોલાર એનર્જીના ઘણા ફાયદાઓ છે. જો તમે સોલર પેનલનો ઉપયોગ કરશો તો તમને સરકાર તરફથી પણ ઘણી આર્થિક મદદ મળશે. સૌર ઉર્જાની મદદથી તમે તમારી જરૂરિયાત મુજબ વીજળી ઉત્પન્ન કરી શકો છો અને મોંઘા વીજળીના બિલમાંથી પણ છુટકારો મેળવી શકો છો.
આજના સમયમાં સરકાર પણ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે વ્યસ્ત છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયે એક નવી સોલર રૂફટોપ યોજના શરૂ કરી છે, જે હેઠળ 3 kW સુધીની સોલાર પેનલ્સ લગાવવા માટે 40 ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવી રહી છે.જો તમે 2 kW સોલાર પેનલ ફિટિંગ કરાવો છો તો તમારે લગભગ 1.2 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આવી સ્થિતિમાં 40% એટલે કે લગભગ 48 હજાર રૂપિયાની સબસિડી પછીથી તમારે 72 હજાર રૂપિયા જેટલો ખર્ચો તમારે સોલાર ફિટિંગ પાછળ કરાવવો પડશે.