આજના સમયમાં ઈન્ટરનેટ પર વધતી જતી નિર્ભરતાને કારણે લગભગ તમામ ઘરોમાં WiFi કનેક્શન હોય જ છે. જો તમારા ઘરમાં હજુ સુધી WiFi નથી અને તમે તેને ઇન્સ્ટોલ કરવાનું વિચારી રહ્યાં છો અથવા તમે તમારા WiFi નેટવર્કથી પરેશાન છો, તો અમે તમારા માટે એક શાનદાર પ્લાન વિશે માહિતી લાવ્યા છીએ જે ન તો Jio છે, ન તો Airtel કે ન તો MTNL. . ચાલો જાણીએ કે કઈ કંપની આ પ્લાન ઓફર કરી રહી છે અને તેમાં તમને શું ફાયદો મળી રહ્યો છે.
જો તમે વિચારી રહ્યા હોવ કે અમે Jio અને Airtel નહીં તો કઈ કંપનીના પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ, તો ચાલો તમને આ વિશે બધું જણાવીએ. અમે હાલમાં Vodafone Idea એટલે કે Vi ની ફાઈબર બ્રોડબેન્ડ વિંગ, ‘You Broadband’ વિશે વાત કરી રહ્યા છીએ જે અત્યારે બહુ પોપ્યુલર નથી પરંતુ સસ્તા ભાવે હાઇસ્પીડ ઈન્ટરનેટ સર્વિસ પ્રદાન કરે છે.
‘યુ બ્રોડબેન્ડ’ ઘણા પ્લાન ઓફર કરે છે, પરંતુ આજે અમે એવા જ એક પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેની કિંમત 500 રૂપિયાથી ઓછી છે. અમે તમને અહીં જે પ્લાન વિશે જણાવી રહ્યા છીએ તેની કિંમત 472 રૂપિયા પ્રતિ માસ છે. આ પ્લાનની કિંમતમાં 18% GST પણ સામેલ છે. આમાં તમને દર મહિને 3.5TB એટલે કે 3500GB ડેટા આપવામાં આવી રહ્યો છે. ધ્યાનમાં રાખો કે આ પ્લાનમાં ઈન્ટરનેટ સ્પીડ 40Mbps છે અને તેમાં કોઈ અન્ય વધારાના લાભો આપવામાં આવી રહ્યા નથી.
તમને જણાવી દઈએ કે જો તમે પહેલીવાર ‘You Broadband’ નો ઉપયોગ કરી રહ્યા છો અને પ્લાન સાથે WiFi રાઉટર અને મોડેમ પણ મેળવવા માંગો છો, તો તમારે અલગથી 1,999 રૂપિયાની રિફંડેબલ ડિપોઝીટ ચૂકવવી પડશે. તમને જણાવી દઈએ કે પ્લાન લેવાનો નિર્ણય લેતા પહેલા ચોક્કસથી જોઈ લો કે તે તમારા શહેરમાં આપવામાં આવે છે કે નહીં.