ચોમાસાની આ ઋતુમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આખો દિવસ ઘરમાં બેસી રહેવું મુશ્કેલ બની જાય છે. કોઈના કોઈ કામ માટે તો બહાર નીકળવું જ પડે છે. એવામાં રેઈનકોટની જરૂર પડે છે. ઘરની બહાર નીકળીને થોડે દૂર પહોંચતા જ જો વરસાદ શરૂ થઈ જાય તો સમસ્યા ઊભી થાય છે. એવામાં અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. માર્કેટમાં એક એવો Smart Rain Coat રેઈનકોટ આવ્યો છે, જે વરસાદ પડતાની સાથે જ શરીરમાં ફીટ થઈ જશે. આવો જાણીએ આ રેઈનકોટ વિશે.
Smart Rain Coat For Monsoon Season
આ Smart Rain Coat સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આગળની તરફ ઑટો ઝિપ આપવામાં આવી છે, જેવો વરસાદ પડે કે તરત જ પોતાની જાતે જ ખુલી જાય છે. પરંતુ આ માટે તમારે મોબાઈલ ફોન પરથી કમાન્ડ આપવી પડશે. એપ પર કમાન્ડ આપતાની સાથે જ રેઈનકોટ તમારા શરીરમાં ફીટ થઈ જશે. પરંતુ મહત્વની વાત એ છેકે આને ભારતમાં નહીં પરંતુ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીની બજારમાં આ રેઈનકોટ ખૂબ વેંચાઈ રહ્યો છે.
કેવી રીતે કામ કરે છે Smart Rain Coat?
ચીનમાં આ Smart Rain Coatને Robotics કહેવામાં આવે છે. આને તમારે શરીર પર ફીટ કરવાનું રહેશે. જેવો વરસાદ આવે કે તરત જ તમારા શરીર પર આગળના ભાગથી ફીટ થઈ જાય છે. ચીનમાં આ પ્રોડક્ટ ઑનલાઈન અવેલેબલ છે. માત્ર પુરુષ જ નહીં આ Smart Rain Coatને બાળકો અને મહિલાઓ માટે પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો માટે આ રેઈનકોટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.
Smart Rain Coat Price In India
કિંમતની વાત કરીએ તો સ્માર્ટ રેઈનકોટની કિંમત ઘણી ઓછી છે. આની કિંમત ટી-શર્ટ કરતા પણ ઓછી છે. એટલે કે કોઈપણ વ્યક્તિ આને ખરીદી શકે છે. ભારતીય રૂપિયામાં આ રેઈનકોટની કિંમત 400-1000 રૂપિયાની વચ્ચે છે. ચીની માર્કેટથી પણ આને ખરીદી શકાય છે.