રૉલેક્સની ઘડિયાળો પોતાની ખાસ કારીગરી માટે જાણીતી છે અને દુનિયાભરની હસ્તીઓની પહેલી પસંદ હોય છે. લાખોની કિંમતમાં વેચાતી આ ઘડિયાળ સ્ટેટસ સિમ્બોલ કહેવાય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ ઘડિયાળ આટલી મોંઘી કેમ હોય છે? અને કંપનીનો દાવો છે કે રોલેક્સની ઘડિયાળો સામાન્ય ઘડિયાળ નથી.
કંપનીએ તેના પ્રોડક્શન માટે અલગથી એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ બનાવી છે. આ લેબ એકથી એક ઉપકરણોથી સજ્જ છે અને પ્રોફેશનલ કારીગરો જ તેમાં કામ કરે છે. આ કારીગરો બદલાતા સમયમાં ગુણવત્તા સાથે કોઇપણ પ્રકારે સમાધાન કરતા નથી. અને આને આધારે ઘડિયાળ ડિઝાઇન કરે છે. રોલેક્સ મિકેનિકલ ઘડિયાળો બનાવે છે. મિકેનિકલ ઘડિયાળ એટલે કે જેમાં મશીનરીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હોય, કંપનીનો દાવો છે કે આવી ઘડિયાળ બનાવવાનું કામ સરળ નથી તેથી તેની કિંમત આપમેળે જ વધી જાય છે.
કંપનીનું કહેવું છે કે ઘડિયાળ બનાવતી વખતે તેના ખરાબ થઇ જવાનો દર ઉંચો છે. અનેક ઘડિયાળો હાથેથી પૉલીશ કરવામાં આવે છે અને તેને અંતિમ આકાર પણ હાથ વડે જ આપવામાં આવે છે. રોલેક્સમાં ઉપયોગમાં લેવાચુ મટીરિયલ ખૂબ જ મોંઘુ છે. તેમાં 940 એલ સ્ટીલનો ઉપયોગ થાય છે જ્યારે અન્ય ઘડિયાળોમાં 316 એલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઉપયોગથી ઘડિયાળ મજબૂત અને ચમકદાર બને છે. ઘડિયાળ ડાયયલમાં વ્હાઇટ ગોલ્ડનો ઉપયોગ થાય છે, બેઝલ સિરામિક એટલે કે ચિનાઇ માટી માંથી બને છે અને નંબર કાચના પ્લેટિનમ માંથી બને છે.
સોના અને ચાંદીને ઓગાળીને બનાવેલા પાર્ટસનો તેમાં ઉપયોગ થાય છે. રોલેક્સનું મેન્યુફ્રેક્ચરિંગ સ્વિત્ઝરલેન્ડમાં થતું હોવાથી તેની કિંમત વધુ છે. કંપની દર વર્ષે 8થી 10 લાખ રિસ્ટ વૉચ બનાવે છે. સૌપ્રથમવાર 1953માં રોલેક્સ બનાવવામાં આવી હતી. રોલેક્સની સબમેરિનર વૉચ ખાસ તરણાકો અને મરજીવાઓ માટે બનાવવામાં આવી હતી.