સોશિયલ મીડિયા અને ખાસ કરી ફેસબુક થકી ઘણા ખરાબ કામના અનુભવ આપણને થાય છે, પણ આમ છતાં જો એનો સાચો ઉપયોગ કરવામાં આવે તો એ કોઈને કમાણી કરી આપે છે, કોઈને જ્ઞાન આપે છે તો વળી ક્યારેક આપણા ચહેરા પર એક હળવું સ્મિત લાવી આપે છે.
આ વાત છે આર્જેન્ટીનાની અને ફેસબુક પર વાઈરલ થયેલા એક રિઝયુમની. વાત એમ હતી કે 21 વર્ષીય કાર્લોટ ડુરેટ નોકરીની શોધમાં હતો અને કાફેમાં કામ કરતી મિસ લોફેઝ સાથે તેની મુલાકાત થઇ. જયારે લોફેઝે ડુરેટ પાસેથી રિઝયુમ માગ્યું ત્યારે ડુરેટે કહ્યું કે રિઝયુમ પ્રિન્ટ કરાવવાના પૈસા નથી. જો તે ઈચ્છે તો રિઝયુમ લખીને આપી શકે છે.
બસ પછી તો શું…ડુરેટે લખી આપ્યું રિઝયુમ અને લોફેઝે ફેસબુક પર આ હેન્ડરીટન રિઝયુમ અપલોડ કર્યું. જેને 18,000 થી વધુ રીએક્શન અને 10,૦૦૦થી વધુ લોકોએ પોસ્ટ શેર કરી છે. વળી, ડુરેટને જોબ પણ મળી ગઈ છે.
લોકોને પોસ્ટ ખુબ પસંદ આવી છે. કેમકે જયારે ટેકનોલોજી આપણા હાથમાં છે ત્યારે કૈક સારું શેર કરવા બદલ આપણે લોફેઝને થેન્ક યુ તો કહી જ શકાય.