રિલાયન્સ જિયો અને સિલ્વર લેક ડીલને લઈ મોટી રેટિંગ એજન્સી ફિન્ચે કહ્યું છે કે અમને પૂરી આશા છે કે આ ડીલ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કન્ઝ્યૂમર ટેકનોલોજીમાં વધુ રોકાણ કરશે. સાથોસાથ તેનાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બેલેન્સ શીટ વધુ સારી થશે. બીજી તરફ, બ્રોકરેજ ફર્મ એડલવાઇસએ આ ડીલ પર પોતાનો મત વ્યકત કરતાં કહ્યું છે કે આ સોદો ખૂબ જ ખાસ છે. કારણ કે આ મુશ્કેલ સમયમાં આ બિઝનેસ સેન્ટીમેન્ટને સારું કરશે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે આવનારા સમયમાં કન્ઝ્યૂમર માટે જિયો કેટલીક નવી પ્રોડક્ટની શરૂઆત કરી શકે છે. નોંધનીય છે કે હાલમાં રિલાયન્સના વેન્ચર જિયો માર્ટે વોટ્સએપ નંબર જાહે કરી દીધો છે અને તે નંબર 88500 08000 છે. આ નંબર દ્વારા તમે ઘરે બેઠા ગ્રોસરી એટલે કે કરિયાણાનો ઓર્ડર આપી શકો છો.
જોકે, હજુ હોમ ડિલીવરીની સુવિધા નહીં શરૂ કરવમાં આવી, ગ્રાહક ઓર્ડર કર્યા બાદ કરિયાણાની દુકાન કે જિયો માર્ટ સ્ટોર પર જઈને સામાન લાવી શકે છે. હાલ જિયો માર્ટે મુંબઈના સબઅર્બન ક્ષેત્રો જેમ કે નવી મુંબઈ, કલ્યાણ અને થાણેમાં આ સર્વિસ શરૂ કરી છે.
SBI કેપિટલનું કહેવું છે કે બે સપ્તાહથી પણ ઓછા સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ ડીલ ખૂબ સારી છે. તેનાથી કંપનીના રાઇટ્સ ઇશ્યૂને પણ ફાયદો થશે.નોંધનીય છે કે ગત સપ્તાહે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની બોર્ડ બેઠકમાં 53,125 કરોડના રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી મળી ગઈ.
તેના માટે 1:15નો રેશિયો 15 શૅર રાખનારા રોકાણકારોને 1 શૅર ખરીદવાની તક હશે) નક્કી કરવામાં આવ્યો છે. આ રાઇટ્સ ઇશ્યૂ 14 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે 1257 રૂપિયાના ભાવે આવી રહ્યો છે.
CLSAએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅર પર ખરીદીનો મત આપતાં શૅરનો ટાર્ગેટ 1500 રૂપિયાથી વધારીને 1770 રૂપિયા કરી દીધો છે. બીજી તરફ, બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે આ પગલું રિલાયન્સને દેવા મુક્ત કં૫ની બનવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં રિલાયનસ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીએ માર્ચ 2021 સુધી કંપનીને દેવામુક્ત કંપની બનાવવાની જાહેરાત કરી હતી.
તેની લઈને રિલાયન્સ પોતાની હિસ્સેદારી વેચી રહી છે. રિલાયન્સે સઉદી અરેબિયાની તેલ કંપની સાઉદી અરામકોની સાથે પણ હિસ્સેદારી વેચવાને લઈ સમજૂતી કરી છે. આ સોદમાં વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત રીટેલ કારોબારમાં બીપીની સાથે સમજૂતી કરવામાં આવી છે.